News of Thursday, 19th September 2024
સોના ચાંદીમાં મજબૂતીનો દોર :ચાંદીમાં આગઝરતી તેજી: છેલ્લા 6 સેશનમાં કિલોએ 7200નો જંગી વધારો
એમસીએક્સમાં સોનાનો ઓક્ટોબર મહિનાનો વાયદો 498 એટલે કે 0.68 ટકા ઉછળી રૂપિયા 73,553 રહ્યો

અમદાવાદ :સ્થાનિક જ્વેલર્સ તરફથી માંગ નિકળતા અને અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવતા સોનાના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામ દીઠ ભાવ રૂપિયા 100 વધી રૂપિયા 75,650 રહ્યા છે. બીજી બાજુ ચાંદીના ભાવ સતત છઠ્ઠા સેશન દરમિયાન તેજી નોંધાઈ હતી અને કીલો દીઠ રૂપિયા 91,000 રહ્યા હતા.
છેલ્લા છ સેશન દરમિયાન કીલો દીઠ ચાંદીના ભાવમાં રૂપિયા 7,200નો જોરદાર ઉછાળો આવ્યો છે. દરમિયાન આજે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 91,000 રહ્યો છે. દરમિયાન એમસીએક્સ ખાતે સોનાનો ઓક્ટોબર મહિના માટેનો વાયદો રૂપિયા 498 એટલે કે 0.68 ટકા ઉછળી રૂપિયા 73,553 રહ્યો હતો. જ્યારે ચાંદીનો ડિસેમ્બર મહિના માટેનો વાયદો 2,105 રૂપિયા એટલે કે 2.38 ટકા બાઉન્સબેક થઈ રૂપિયા 90,404 રહ્યો હતો.
અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં સુધારો રહ્યો છે. અમદાવાદ ખાતે 10 ગ્રામ દીઠ સોનુ (99.9) રૂપિયા 300 વધી રૂપિયા 75,900 અને સોનુ (99.5) રૂપિયા 300 વધી રૂપિયા 75,700 રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 500 વધી રૂપિયા 87,500 રહ્યો છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
