<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

અમદાવાદના વટવામાં તૈયાર કરાયેલા EWS આવાસ વપરાયા વિના જ તોડી પડાશે

514 મકાનો વાપર્યા વિના જ જર્જરીત થયેલા તમામ આવાસ જ તોડાશે

અમદાવાદ મહાનગર પાલિકાએ  પહેલા પોતે 15 વર્ષ પહેલા મકાનો બનાવ્યા હતા. જો કે કોઇને આપ્યા નથી. ફાળવણી થઇ નથી અને હવે 15 વર્ષ બાદ આ મકાનોને તોડવામાં આવશે. અમદાવાદના વટવામાં તૈયાર કરાયેલા EWS આવાસ વપરાયા વિના જ તોડી પડાશે. 514 મકાનો વાપર્યા વિના જ તોડી પાડવામાં આવશે. જર્જરીત થયેલા તમામ આવાસ વપરાશ થયા વિના જ તોડાશે. સ્ટ્રકચર સ્ટેબિલિટીનો રિપોર્ટ નેગેટિવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

(11:30 AM IST)