તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
ગુજરાત પ્રદેશ સુથાર સમાજના પ્રમુખપદે ઠાકોર મિષાીની વરણી

રાજકોટ તા. ર૦ :.. નવી દિલ્હી ખાતે આયોજીત અખિલ ભારતીય વિશ્વકર્મા વંશજ સર્વોથાન સંગઠનનું રાષ્ટ્રીય સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત પ્રદેશ સુથાર સમાજના પ્રમુખનો રાષ્ટ્રીય કાર્યકારીણીમાં પ્રભારી મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવેલ છે.
જેમાં ગુજરાત પ્રદેશ સુથાર સમાજના પ્રમુખ ઠાકોર મિષાી સહિત ૧૩ની રાષ્ટ્રીય કાર્યકારીણી સમિતિમાં વરણી કરવામાં આવી હતી. છેલ્લા ૩૦ વર્ષથી ઠાકોર મિષાી જ્ઞાતિને સંગઠીત કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે.
સુથાર જ્ઞાતિની આ રાષ્ટ્રીય સ્તરની સંસ્થાનો હેતુ જ્ઞાતિજનોના જુદા જુદા વર્ગોનો ભેદ સમાપ્ત કરી વિશ્વકર્મા બંધુઓને એક મંચ પર લાવવા અને જાગૃતિ કેળવી સામાજીક, શૈક્ષણીક, આર્થિક તથા સામાજીક ક્ષેત્રમાં વિકાસ કરવાનો છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
