<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

ગુજરાતનાં ૧૧ તાલુકામાં ઝાપટાથી માંડીને અડધો ઇંચ : સૌરાષ્‍ટ્ર મિશ્ર હવામાન

આજે પણ હવામાન વિભાગ દ્વારા હળવા વરસાદની આગાહી

અમદાવાદ, તા. ર૦ :  હવામાન વિભાગે ગઇકાલે વરસાદને લઈને આગાહી કરી હતી. જેમાં રાજ્‍યના ૧૧ જેટલા તાલુકામાં હળવાથી લઇને મધ્‍યમ વરસાદ પડ્‍યો હતો. જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં ૧૧ મીમી વરસાદ પડ્‍યો હતો.

ગુજરાત રાજ્‍યમાં ગઇકાલે એટલે કે તારીખ ૧૯ સપ્‍ટેમ્‍બરના રોજ ૧૧ તાલુકામાં ૧૧ મીમીથી લઇને ૧ મીમી સુધીનો વરસાદ જોવા નોંધાયો હતો. જેમાં સૌથી વરસાદ ડોલવણમાં ૧૧ મીમી, ચીખલીમાં ૯ મીમી, મહુવામાં ૭ મીમી, પારડીમાં ૫ મીમી, બારડોલીમાં ૪ મીમી, પલસાણામાં ૪ મીમી, ખેરગામમાં ૩ મીમી, સોનગઢમાં ૩ મીમી, વાલોદમાં ૨ મીમી, ધર્મપુરમાં ૧ મીમી અને વ્‍યારમાં ૧ મીમી વરસાદ પડ્‍યો હતો.

આજે ૨૦ સપ્‍ટેમ્‍બરના રોજ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવો વરસાદ થઇ શકે છે. કચ્‍છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, સુરેન્‍દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચમાં વરસાદની શકયતા નથી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત લઘુતમ તાપમાન રપ.૪, મહતમ તાપમાન ૩૩, ભેજનું પ્રમાણ ૯૦ ટકા, પવનની ગતિ ૬.૯ કિ.મી. રહી  હતી.

(2:04 PM IST)