<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

દાહોદની તોરણી પ્રાથમિક શાળાના કમ્‍પાઉન્‍ડમાંથી ધો. ૧ની છાત્રાનો મૃતદેહ મળ્‍યો

છ વર્ષીય બાળકી ઘરે ન પહોંચતા પરિવારે તપાસ કરેલ

અમદાવાદ,તા. ૨૦: દાહોદના સીંગવડના તોરણીમાં પ્રથમ ધોરણમાં અભ્‍યાસ કરતી ૬ વર્ષની બાળકીનો શાળાના કમ્‍પાઉન્‍ડમાંથી મૃતદેહ મળી આવ્‍યો હતો. શાળા છૂટ્‍યા બાદ બાળકી મોડે સુધી ઘરે પહોંચી નહોતી. બાળકી ઘરે ના પહોંચતા પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા.પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરિવારજનોને બાળકી શાળાના કમ્‍પાઉન્‍ડમાંથી મળી આવતા તેને તાત્‍કાલિક લીમખેડા રેફરલ હોસ્‍પિટલ ખાતે લઈ ગયા હતા. ત્‍યાં ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ પોલીસને થતાં SP, LCBની ટીમો હોસ્‍પિટલ પહોંચી હતી.બાળકીનો મૃતદેહ લીમખેડાથી ᅠફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે દાહોદની સિવિલમાં ખસેડ્‍યો હતો. બાળકીનો શંકાસ્‍પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે આ ઘટનાની ગંભીરતા લઈને તપાસ હાથ ધરી છે. જોકે અકસ્‍માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:30 PM IST)