તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
ગુજરાતમાં છેલ્લા બે માસમાં ટ્રાફીકને લગતા ૫.૭૧ લાખથી વધુ કેસ
રાજ્યમાં ૧.૧૮ કરોડ જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યુઃ હેલ્મેટ વગરના ૧.૫૫ લાખ, સીટ બેલ્ટ વગરના ૭૩ હજાર, ઓવર સ્પીડના ૫૧ હજાર કેસ

અમદાવાદ,તા. ૨૦: ગુજરાતમાં છેલ્લા બે માસમાં દારૂ પીને વાહન ચલાવવાના કેસનો આંકડો જાણી દંગ રહેશો. તેમજ બે માસમાં હેલ્મેટ વિનાના દોઢ લાખ સિગ્નલ ભંગના ૧.૩૭ લાખ કેસ થયા છે. અમદાવાદ શહેરમાં લક્ઝરી બસોના ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગો પર ર્પાકિંગ, શહેર સહિત રાજયમાં પરમીટ વિના ચાલતા વાહનો, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બાળકોને બેસાડવા સહિતના અનેક મુદ્દે ગુજરાત હાઇકોર્ટે ટ્રાફિ્ક પોલીસ, આરટીઓ અને પોલીસ ઓથોરીટી સહિતના સત્તાવાળાઓને ફ્ટકાર લગાવ્યા બાદ રાજય સરકાર તરફ્થી એફિડેવીટ રજૂ કરી હતી.
એફીડેવીટ મુજબ, છેલ્લા બે માસમાં રાજ્યમાં હેલ્મેટ વગરના ૧.૫૫ લાખ, સીટ બેલ્ટ વગરના ૭૩ હજાર, ઓવર સ્પીડના ૫૧ હજાર, સિગ્નલ ભંગના ૧.૩૭ લાખ, દારૂ પીને વાહન ચલાવવાના ૪,૩૫૧ કેસ અને વાહન ચલાવતી વખતે મોબાઈલના ઉપયોગના ૪૭ હજાર કેસ નોંધાયા છે. ઓગસ્ટ માસમાં વાહનમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડયા હોય તેવા ૪૦ હજાર જેટલા કેસ, પ્રાઇવેટ વાહનોમાં મુસાફરીના ૫૫૮૪ કેસ, રોંગ સાઇડ ડ્રાઇવિંગના ૨૦ હજાર જેટલા કેસ, અનધિકળત પાર્કિગના ૪૮ હજાર કેસ, શહેરી વિસ્તારોમાં પ્રતિબંધિત સમયે ભારે વાહનોના પ્રવેશના ૩ ,૪૬૩ કેસ નોંધાયા છે.રાજ્યમાં ૧.૧૮ કરોડ ડ્રાઈવિંગ લાયસન્સમાં વર્ષે ૮%નો વધારો થયો છે. રાજ્યમાં ૧.૧૮ કરોડ જેટલા ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ થયા છે. જેમાં દર વર્ષે ૭થી ૮ ટકાનો વધારો થઇ રહ્યો છે. વર્ષ ૨૦૨૩-૨૪માં મોટર વ્હિકલ ટેક્સથી ૯૬૩ કરોડની આવક થઈ છે. ITI અને પોલીટેકનિક ર્લનિંગ લાયસન્સ આપી શકે છે. જૂનું વ્હીકલ સ્ક્રેપ કરાવતા નવા વ્હીકલ પર ટેક્સ બેનિફિ્ટ આપવામાં આવે છે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવામાં આવશે. જે RTO ઓફિ્સ અને epariwahan સેવા પોર્ટલને કનેક્ટ કરશે. તેના દ્વારા ફિ્લ્ડ ઓફિ્સરો પર મોનિટરિંગ રખાશે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
