News of Friday, 20th September 2024
NSUIના રાષ્ટ્રીય સંયોજક તરીકે દિયાબા રાજપુતની વરણી

રાજકોટ, તા.૨૦:નેશનલ સ્ટુડન્ટ ઓફ ઈન્ડિયાના પ્રમુખ વરુણ ચૌધરીએ ભારત દેશના વિવિધ રાજ્યોમાં રાષ્ટ્રીય સંયોજકોની નિયુક્તિ કરવામાં આવેલ છે આ તકે ગુજરાત રાજ્યમાંથી દિયાબા મહેશભાઈ રાજપુત NSUIના રાષ્ટ્રીય કો-ઓર્ડીનેટર તરીકે નિમણુંક આપવામાં આવેલ છે, હાલ ગુજરાત પ્રદેશ NSUIજનરલ સેકેટરીનું પદ સંભાળતા દિયાબા અમદાવાદ ખાતે બી.એ - એલ.એલ.બી નો અભ્યાસ કરી રહ્યા તેમજ દિયાબા રાજપુત ગુજરાતના પ્રથમ ક્રમે એરપિસ્તોલ શુટર રહી ચુકયા છે.
દિયાબા રાજપુતના પિતા ડો. મહેશભાઈ રાજપુત પણ ગુજરાત પ્રદેશ NSUIના ઉપપ્રમુખના પદ પર ૧૯૯૨ થી ૧૯૯૭ સુધી રહી ચુકયા છે. તેઓ હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી છે, દિયાબા રાજપુતની સપ્ટેમ્બર NSUIના રાષ્ટ્રીય કો-ઓર્ડીનેટર તરીકે નિમણુંક થતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શકિત સિંહ ગોહિલ, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના મંત્રી ઋત્વિકભાઈ મકવાણા, ગુજરાત વિધાન સભા વિરોધપક્ષના નેતા અમિતભાઈ ચાવડા, ઉપનેતા શૈલેષભાઇ પરમાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પુર્વ મેયર અને પુર્વ ધારાસભ્ય તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હિંમત સિંહ પટેલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સહ ખજાનચી લાલભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઈન્દ્રવિજય સિંહ ગોહિલ તથા ગુજરાતNSUI પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીએ અભિનંદન પાઠવ્યા હતા.
(3:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
