<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

અમદાવાદના ફતેહવાડીના ગુમ થયેલ બંને બાળકોના મૃતદેહ મળ્યા

નરિમનપુરા નજીકથી પસાર થતી કેનાલમાંથી મૃતદેહ મળતા પોલીસે પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

અમદાવાદના ફતેહવાડીના ગુમ થયેલા બન્ને બાળકોનો મૃતદેહ મળી આવ્યા છે. ગઈકાલ સવારથી બંને બાળકો ગુમ થયા હતા. ફાયર બ્રિગેડની મદદથી અફઝલ નામના 7 વર્ષીય એક બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

   નારીમનપુરા નજીકથી પસાર થતી કેનાલમાંથી મૃતદેહ મળ્યો છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોચીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે

(6:26 PM IST)