<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

ગાંધીધામ-ઈન્દોર એક્સપ્રેસ અને ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ટ્રેન આંશિક રીતે બદલાયેલા રૂટ પર દોડશે

આણંદ-ગોધરા સેક્શનના ઓડ-થાસરા સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે લેવાયો નિર્ણય

અમદાવાદ :પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ-ગોધરા સેક્શનના ઓડ-થાસરા સ્ટેશનો વચ્ચે ડબલિંગ કામના સંબંધમાં નોન-ઇન્ટરલોકિંગ કામ માટે લેવામાં આવી રહેલા બ્લોકને કારણે, 20 અને 23 સપ્ટેમ્બરના રોજ દોડનારી ગાંધીધામ-ઇન્દોર એક્સપ્રેસ અને ગાંધીધામ-ભાગલપુર સ્પેશિયલ ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

તા 20.09.2024 ટ્રેન નં. 09451 ગાંધીધામ – ભાગલપુર સ્પેશિયલ નિર્ધારિત માર્ગ આણંદ-ડાકોર-ગોધરા-નગદાના બદલે પરિવર્તિત માર્ગ વાયા આણંદ-બાજવા-છાયાપુરી-ગોધરા-નગદા થઈને દોડશે.

તા. 23.09.2024ની ટ્રેન નંબર 20935 ગાંધીધામ-ઇન્દોર એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ આણંદ-ડાકોર-ગોધરા-રતલામના બદલે પરિવર્તિત માર્ગ વાયા આણંદ-બાજવા-છાયાપુરી-ગોધરા-રતલામ થઈને દોડ

(6:33 PM IST)