તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
ભરુચ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું
80 કર્મચારીઓ ત્રણ માસથી પગારથી વંચિત હોઈ મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કર્યો

ભરુચ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટ સફાઈ કર્મચારીઓએ, વિરોધ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા ત્રણ માસના બાકી પગારની માંગ સાથે ટ્રોમા સેન્ટર બહાર વિરોધ કર્યો હતો. 80 કર્મચારીઓ ત્રણ માસથી પગારથી વંચિત હોઈ મેનેજમેન્ટ સામે રોષ વ્યક્ત કર્યો હતો.
કર્મચારીઓને મેનેજમેન્ટ તરફથી છૂટા કરી દેવાની ધમકી મળતી હોવાનો આરોપ લગાવ્યો છે. સફાઈ કર્મચારીઓએ પગાર ના આપવામાં આવે તો હડતાળની ચિમકી ઉચ્ચારી છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
