તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
રાજ્યના આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી:બુધ-ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં યેલો એલર્ટ અપાયું
નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે; અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ પડશે

અમદાવાદ : રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગએ આગાહી કરી છે. આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આગામી 25 અને 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું યેલો એલર્ટ આપવામાં આવ્યુ છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે વરસાદ પડશે.
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
