News of Friday, 20th September 2024
સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવી આધારકાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું
ઓરિસ્સાની સરકારી સભદ્રા યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડમાં ઓરિસ્સાનું એડ્રેસ નાખતા હતા:એડ્રેસ બદલવા માટે કોર્પોરેટરના નકલી સહી સિક્કા કરીને કૌભાંડ આચરતા હોવાનું સામે આવ્યું

સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં સિંગણપોર પોલીસે નકલી સ્ટેમ્પ બનાવી આધારકાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ઓરિસ્સાની સરકારી સભદ્રા યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડમાં ઓરિસ્સાનું એડ્રેસ નાખતા હતા. આધાર કાર્ડમાં એડ્રેસ બદલવા માટે કોર્પોરેટરના નકલી સહી સિક્કા કરીને કૌભાંડ આચરતા હોવાનું સામે આવ્યું છે.
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 ના કોર્પોરેટર ચીમન પટેલના બનાવટી સહી સિક્કાનો દૂર ઉપયોગ કરાયો હતો. સિંગણપોર પોલીસે આરોપી હિમાંશુ કુશવાની ધરપકડ કરવામાં આવી. લેપટોપ અને કોર્પોરેટરના બોગસ સ્ટેમ્પ ,આધાર કાર્ડ સાથે અન્ય વસ્તુઓ પણ કબજે કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુભદ્રા યોજના અંતર્ગત મહિલાઓને વર્ષે 10,000 રોકડા સરકાર ચૂકવવાની છે.
(6:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
