<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

સોના-ચાંદીમાં એકધારી તેજી:સોનું 76 હજારને પાર પહોંચ્યું :ચાંદીમાં રૂપિયા 500નો ઉછાળો

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 0.6 ટકા ઉછળી 2,630 ડોલર થયા:ચાંદી પણ ઔંસદીઠ 1.1 ટકા વધીને 31.12 ડોલર થયા

અમદાવાદ : US ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 2600 ડોલરને પાર થઈ ગયા છે.

ઘરેલુ બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 0.6 ટકા ઉછળી 2,630 ડોલર થયા છે. જ્યારે ચાંદી પણ ઔંસદીઠ 1.1 ટકા વધીને 31.12 ડોલર થયા છે. એમસીએક્સ ખાતે ઓક્ટોબર મહિના માટે સોનાનો વાયદો 0.54 ટકા વધી 73,832 રૂપિયા થયા છે. જ્યારે ચાંદી વધીને 90185 થઈ છે.

અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. અમદાવાદ ખાતે 10 ગ્રામદીઠ સોનુ (99.9) રૂપિયા 75,900થી રૂપિયા 500 વધી રૂપિયા 76,400 જ્યારે સોનું (99.5) રૂપિયા 500 ઉછળી રૂપિયા 7,200 રહ્યા છે. જ્યારે અમદાવાદ ખાતે ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 87,500થી રૂપિયા 500 વધી રૂપિયા 88,000 થયા છે.

(7:28 PM IST)