<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

સુરતના અડાજણમાં જમીન દલાલ લૂંટાયો: 5 કરોડની લૂંટ થઈ હોવાની વાતથી સનસનાટી

જમીન દલાલને પૈસાની ચુકવણીના બહાને લૂંટી લેવાયો:ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા :સીસીટીવી ફુટેજ સહિતની તપાસ શરૂ

સુરતના અડાજણ વિસ્તારના રાંદેર રોડની છે. જમીન દલાલને પૈસાની ચુકવણીના બહાને લૂંટી લેવાયો છે. આ ઘટનામાં 5 કરોડની લૂંટ થઈ હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.

  સુરતમાં પાંચ કરોડની લૂંટના મામલામાં ફરાર થયેલા 2 લુંટારુ વલસાડ જિલ્લામાંથી ઝડપાયા છે. વલસાડ એલસીબી અને એસઓજી પોલીસે આ કેસમાં મોટી કાર્યવાહી કરી છે. પારડી-પલસાણા નજીકથી આરોપી ઝડપાયા છે.

આ કેસમાં ઝડપાયેલા આરોપીઓ પાસેથી કેટલોક મુદ્દામાલ પણ મળ્યો છે. બાકીના ફરાર આરોપીઓને ઝડપવા માટે જિલ્લાભરમાં પોલીસ તપાસનો ધમધમાટ શરુ થઈ ગયો છે.

(7:35 PM IST)