તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
મહારાજા વિજયરાજસિંહજીની સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ તરીકે તાજપોશી
ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલે કહ્યું- મને મોટી જવાબદારી આપવામાં આવી છે:મારી તુલના કૃષ્ણકુમારસિંહજી સાથે કરવામાં આવે તે મને યોગ્ય લાગતુ નથી

અમદાવાદના ગોતા ખાતે આવેલા રાજપૂત ભવન ખાતે ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન આયોજીત કરાવામાં આવેલ. અહીં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલ આવી પહોંચતાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સમાજમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અહીં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલનું વિજયમુહૂર્ત 12.39 વાગ્યે તિલક કરી તાજપોશી કરવામાં આવી હતી. આ સાથે સમસ્ત ક્ષત્રિય અસ્મિતા મંચના પ્રમુખ તરીકે મહારાજા વિજયરાજ સિંહ ગોહિલની જાહેરાત કરવામાં આવી હતી, જેમને સમગ્ર સમાજના લોકો તથા આગેવાનોએ ઉમળકાભેર વધાવી લીધા હતા.
આ પ્રસંગે શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહને પ્રમુખ બનવા બદલ તેઓનો આભાર માનું છું. કાર્યકારી પ્રમુખ તરીકે દાંતાના રિદ્ધિરાજસિંહને પણ આ પ્રસંગે અભિનંદન આપું છું.
આ સાથે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલે કહ્યું કે આજે મને મોટી જવાબદારી આપવામાં આવી છે. અલબત મારી તુલના કૃષ્ણકુમારસિંહજી સાથે કરવામાં આવે તે મને યોગ્ય લાગતુ નથી. આ મંચ રાજકારણ કે વાદવિવાદ માટે નથી.
આ પ્રસંગે મહંત આનંદનાથજી સ્વામીએ જણાવ્યું હતું કે આપણા છેલ્લા રાજા કહી શકાય એવા કૃષ્ણકુમારસિંહજીના પૌત્ર વિજયરાજસિંહનું આજે તિલક કરવાનું છે. છેલ્લા 70 વર્ષથી આ સંસ્થા દ્વારા રાજપુત સમાજને માટે જે સપનું જોયું હતું તે આજે પૂરું થવા જઈ રહ્યું છે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
