તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરત ખાતે તેરાપંથ જૈન સમુદાયના આચાર્ય પ્રવર મહાશ્રમણજી સાથે મુલાકાત કરી
રાજ્યપાલએ સુરતમાં આચાર્ય સાથે મુલાકાત કરી તેમના ક્ષેમકુશળ પૂછયા

ગાંધીનગર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સુરતના વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજ ખાતે ચાતુર્માસ વિતાવી રહેલા તેરાપંથ જૈન સમુદાયના ગુરૂદેવ આચાર્ય પ્રવર શ્રી મહાશ્રમણજી સાથે મુલાકાત કરી હતી.
આચાર્ય મહાશ્રમણજી ૧૧૦ જૈન સાધ્વીઓ અને ૫૮ સાધુઓ મળી કુલ ૧૬૮ સાધુ સાધ્વીઓ સાથે ગત તા.૧૫મી જુલાઇથી તા.૧૫મી નવેમ્બર સુધી ચાતુર્માસ માટે અહીં રોકાયા છે.
રાજ્યપાલએ સુરતમાં આચાર્ય સાથે મુલાકાત કરી તેમના ક્ષેમકુશળ પૂછયા હતા. આચાર્ય પ્રવર શ્રી મહાશ્રમણજીએ પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના શુભત્વની કામના કરી શુભાશિષ આપ્યા હતા.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
