<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઊંઝામાં 5900 રૂપિયા બોલાયો:જાણો રાજ્યની 26 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો? : જુઓ સંપૂર્ણ યાદી

ગુજરાતની 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,371.42 ટન જીરાની આવક થઇ

અમદાવાદ :ગુજરાતની 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,371.42 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5900 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4200 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત બોટાદમાં 5005 રૂ., રાધનપુરમાં 5001 રૂ., ગોંડલમાં 4991 રૂ. અને હળવદમાં 4956 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 1,371.42 ટન આવક થઇ છે. મહેસાણા જિલ્લામાં 1009.26 ટન, રાજકોટમાં 91 ટન, મોરબીમાં 74.30 ટન, જામનગરમાં 50 ટન,જૂનાગઢમાં 50 ટન, દેવભૂમિ દ્વારકામાં 29.50 ટન, પાટણમાં 26.88 ટન, બોટાદમાં 24 ટન, અમદાવાદમાં 9.91 ટન, બનાસકાંઠામાં 3.15 ટન, અમરેલીમાં 1.30 ટન, પોરબંદરમાં 1.30 ટન, સુરેન્દ્રનગરમાં 0.80 ટન અને કચ્છમાં 0.02 ટન જીરાની આવક થઇ છે.

જાણો કયા યાર્ડમાં જીરાનો શું ભાવ રહ્યો?

(9:03 PM IST)