તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
રાજ્યના માર્કેટ યાર્ડમાં કપાસની વધતી આવક :રાજકોટમાં સૌથી ઊંચો ભાવ રૂ.1710 સુધી બોલાયો: જાણો 23 યાર્ડમાં શું રહ્યો ભાવ? : જુઓ સંપૂર્ણયાદી
ગુજરાતની 23 માર્કેટ યાર્ડમાં કુલ 1,080.00 ટન કપાસની આવક થઇ:જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ : ગુજરાતની 23 માર્કેટ યાર્ડમાં કુલ 1,080.00 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમા 1710 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં નીચો ભાવ 1400 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય જામનગરમાં 1705 રૂ., વાંકાનેરમાં 1689 રૂ., જસદણમાં 1685 રૂ., બાબરામાં 1678 રૂ. અને ગોંડલમાં 1656 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,080.00 ટન કપાસની આવક થઇ છે. જેમાં બોટાદમાં 319.00 ટન, રાજકોટમાં 263.70 ટન, મોરબીમાં 261.60 ટન, અમરેલીમાં 129.90 ટન, સુરેન્દ્રનગરમાં 46 ટન, જૂનાગઢમાં 33 ટન, જામનગરમાં 15.80 ટન, છોટા ઉદેપુરમાં 6.50 ટન, મહેસાણામાં 1.40 ટન, સુરતમાં 1.30 ટન, ભરૂચમાં 1.10 ટન અને અમદાવાદમાં 0.70 ટન કપાસની આવક થઇ છે.

(9:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
