તા. ૩૦ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૧૪ ગુરૂવાર
News of Friday, 20th September 2024
તિલકવાડા પોલીસનો સપાટો : સિંઘીયાપુરા પાટીયા પાસેથી ૪.૨૬ લાખનો દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલાં સિંધિયાપુરા ગામ પાસેથી પોલીસે અંગ્રેજી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા પોલીસે નાકાબંધી દરમિયાન એક ફોરવ્હીલ ગાડી નંબર- GJ-16-BG- 2796ના ચાલક દિક્ષિતભાઈ અરવિંદભાઈ ઠાકરડાનાએ પોતાના કબ્જાની ફોરવ્હીલ ગાડીમાં પરેશકુમાર પ્રવિણભાઈ ઠાકરડા સાથે એકબીજાની મદદગારીથી ગે.કા.ભારતીય બનાવટનો વિદેશીદારૂ પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૯૨૫ કિ.રૂ.૯૨૫૦૦/- તથા બિયરના ટીન નંગ-૨૧૬ કિ.રૂ.૨૧૬૦૦/- બંને મળી કુલ્લ રૂ.૧,૧૪, ૧૦૦/- તેમજ ફોરવ્હીલ ગાડી નંગ- ૦૧ કિ.રૂ. ૩૦૦૦૦૦/- તથા અંગ ઝડતી માંથી મળેલ મોબાઇલ ફોન નંગ-૦૩ કિ.રૂ.૧૨૦૦૦/- મળી કુલ રૂ.૪,૨૬,૧૦૦/- નો મુદ્દામાલ સાથે ઉપરોક્ત બે વ્યક્તિઓ ને પકડી પાડી તિલકવાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તપાસ તિલકવાડા પીએસઆઈ જે.એમ.લટા કરી રહ્યા છે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
