<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં, ન્યાયિક અને તટસ્થ રીતે નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જિલ્લાઓના વહિવટી તંત્રને સ્પષ્ટ સુચના : મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલા રાજ્ય સ્વાગતમાં 100થી વધુ નાગરિકોની સમસ્યાનું સુખદ સમાધાન: જિલ્લા કક્ષાએ એકબીજા વિભાગો વચ્ચે આંતરિક સંકલનના અભાવે નાગરિકો હેરાન ન થાય તે સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રીના દિશાનિર્દેશ: પોતાના ટેબલ પરથી ફાઈલ બીજા ટેબલ પર જાય એટલે પોતાની જવાબદારી પુરી કરવાને બદલે લોકોના પ્રશ્નોનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી જવાબદેહીતા દાખવી, પ્રશ્નોનો આખરી નિકાલ કરવા મુખ્યમંત્રીની સુચના11:14 PM IST

વિશ્વ આખું આજે ગુજરાતના વિકાસ મોડલથી પ્રભાવિત થઇને ગુજરાત તરફ આકર્ષાયું : ભૂપેન્દ્રભાઈ પટેલ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વ થકી શરૂ થયેલી ‘વાઈબ્રન્ટ સમિટ’ની સતત સફળતાને પગલે ગુજરાત આજે ‘ગ્લોબલ ગેટ-વે ટુ ધી ફ્યુચર’ અને દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય બન્યું : ગુજરાતના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ ૬૬માં ‘ગુજરાત ગૌરવ દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીનો પ્રજાજોગ સંદેશ : તાજેતરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જનતાએ અમને પ્રચંડ સમર્થન આપીને વિશ્વાસ અકબંધ રાખ્યો છે, આ પ્રેમનો નતમસ્તકે અમે ઋણ સ્વીકાર કરીએ છીએ : ઇન્ફ્રાસ્ટક્ચર ડેવલપમેન્ટના ધ્યેય સાથે સુરત અને તેની આસપાસના વિસ્તાર માટે ‘સુરત ઈકોનોમિક* *રિજીયન ડેવલોપમેન્ટ પ્લાન’ તૈયાર : ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે નવા 6 રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર થઇ રહ્યા છે4:22 PM IST