<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

જુના રામપરા ગામની સીમમાં મોડી રાત્રે વિધિ કરતા લોકો શંકાસ્પદ જણાતા ગ્રામજનોએ પોલીસ બોલાવી

ગ્રામજનોનું માનવું હતું કે કોઈ તાંત્રિક વિધિ કરી બલી ચઢાવવા આ લોકો આવ્યા હશે:જોકે આખી વાતમાં કોઈ તથ્ય નહિ નીકળતા પોલીસે ગુનો દાખલ ન કરી આ લોકોને જવા દીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં જુના રામપરા ગામની આગળ આવેલી સીમમાં કેટલાક લોકો મોડી રાત્રે વિધિ કરતા હોવાનું જાણવા મળતાં ગ્રામજનો ત્યાં દોડી ગયા હતા ત્યારબાદ પોલીસ ને જાણ કરાઇ હતી
     ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર જુના રામપરા ગામની આગળ આવેલી સીમમાં કેટલાક લોકો મોડી રાત્રે નાના બાળકો સાથે આવ્યા હતા જોકે એ સમયે ગ્રામજનોને લાગ્યું કે કોઈ ખેતર માં ચોરી કરવા આવ્યું હશે માટે ગ્રામજનો ત્યાં દોડ્યા ત્યારે ખબર પડી કે આ લોકો કોઈ તાંત્રિક વિધિ કરવા આવ્યા છે અને તેમાં નાના બાળકો પણ હોય તો કોઈ બલી ચઢાવવા ની વાત ફેલાતા ગ્રામજનો એ પોલીસ ને જાણ કરતા રાજપીપળા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આ લોકો ને સાથે લઈ ગઈ હતી.
   જોકે અમે આ ઘટના ની તપાસ કરી તો રાજપીપળા ટાઉન પીઆઈ વી.કે.ગઢવીએ સ્પષ્ટ જણાવ્યું કે હા અમને આ બાબતે જાણ થઈ અને પોલીસ ત્યાં પહોંચી હતી, અમે આ લોકોને લઈ પણ આવ્યા પરંતુ તપાસ કરતા જાણવા મળ્યું કે આ લોકો નદી કિનારે ખાલી વિધિ કરવા આવ્યા હતા, બલી વાળી વાત તદ્દન ખોટી હતી માટે અમે આ લોકોના નામ સરનામા લઈ એમને જવા દીધા હતા, કોઈ ગુનો બંને તેવી વાત ન હતી

(11:04 PM IST)