તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
નર્મદા જિલ્લા પુરવઠા અધિકારીનો સપાટો: બે નંબરી સરકારી અનાજ ભરેલો પિક અપ ટેમ્પો મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરતાં અન્યોમાં ફફડાટ
પકડાયેલ વ્યક્તિ ઘણા સમયથી સરકારી અનાજ ઉઘરાવી ઊંચા ભાવે વેચતો હોવા છતાં બિન્દાસ ધંધો કરતો હતો:પકડાયેલા અનાજમાં આંગણવાડીના ચણા દેખતા પોપડો બહાર આવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં બે નંબરી સરકારી અનાજ લે વેચનો ધંધો ફૂલ્યો ફાલ્યો હતો પરંતુ હાલમાં આવેલા જિલ્લા પુરવઠા અધિકારી એ લાલ આંખ કરતા અન્યોમાં ફફડાટ જોવા મળ્યો છે
જિલ્લા પુરવઠા અધિકારી એન.એફ.વસાવા પાસેથી મળતી માહિતી મુજબ તેમને મળેલી બાતમીના આધારે તેઓ તથા પુરવઠા ઇન્સ્પેક્ટર બીજલબેન પટેલનાઓ એ માંડણ ગામ પાસેથી પિક અપ ટેમ્પો નંબર GJ.22.U. 3033 ને અટકાવી તેની તપાસ કરતા અંદર અનાજ નો જથ્થો જોવા મળ્યો પરંતુ વધુ શંકા ત્યારે ગઈ કે તેમાં આંગણવાડીમાં અપાતા ચણા દેખાયા બાદ આ સરકારી અનાજ હોવાનું જણાઇ આવતાં ટેમ્પો અને ટેમ્પોમાં જથ્થો લઈ જનાર હિંમતભાઈ જયંતીભાઈ વસાવા9રહે, બોરિદ્રા )ને પકડી ટેમ્પોમાં ભરેલા જથ્થાની તપાસ કરતા ઘઉં.38 કટ્ટા, ચોખા.23 કટ્ટા, બાજરી. 6 કટ્ટા, તથા ચણા. 3 કટ્ટા મળી કુલ રૂપિયા 64,535 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી કરી છે.
અંગત સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ બે નંબરી સરકારી અનાજ સાથે પકડાયેલ આ વ્યક્તિ ઘણા લાંબા સમયથી સરકારી અનાજ લોકો પાસેથી સસ્તા ભાવે ખરીદી ઊંચા ભાવે વેચાણ કરતો હતો અને અત્યારસુધી બિન્દાસ આ વેપલો ચાલતો હતો પરંતુ હાલ આવેલા જિલ્લા પુરવઠા અધિકારી એન.એફ. વસાવા એ લાલ આંખ કરતા અન્ય બે નંબરીયાઓ માં ફફડાટ ફેલાયો છે
(11:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
