તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
ધારીખેડા ખાંડ ઉદ્યોગની કસ્ટોડિયન કમિટીમાં નિમણુંક પામેલ હરીફને દૂર કરવા મધ્યસ્થ બેન્કના નાણાં ભરી દીધા
સંસદસભ્યએ નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાનું સહકારી ક્ષેત્ર તેના આંતરિક વરવા રાજકારણ ને કારણે વિવાદમાં ઘેરાયેલું રહે છે જેની પરાકાષ્ટા ત્યારે આવી જયારે તાજેતરમાં કસ્ટોડિયન કમિટી માં મધ્યસ્થ સહકારી બેન્કના પ્રતિનિધિ તરીકે નિયુક્ત થયેલ બેન્ક ડિરેક્ટરની નિમણુંક રદ કરવામાં આવી
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા સુગરની હાલની પાંચ સભ્યોની સરકાર નિયુક્ત કસ્ટોડિયન કમિટી માં ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કના પ્રતિનિધિ તરીકે સહકારી અગ્રણી અને ગુજકોમાસોલના ડિરેક્ટર સુનિલ પટેલની નિયુક્તિ કરવામાં આવી હતી પરંતુ નર્મદા સુગર ચેરમેન ને પોતાના હરીફની આ નિમણુંક નહિ ગમતા કહેવાય છે કે મધ્યસ્થ બેન્કના તમામ નાણાં પરત ભરપાઈ કરી દીધા અને સુનિલ પટેલની નિમણુંક રદ કરાવવા ચક્રો ગતિમાન કર્યા અને નિમણુંક રદ કરાવી ત્યારે સુનિલ પટેલ જેવા પીઢ સહકારી અગ્રણી અને ભાજપના પાયાના કાર્યકરની નિમણુંક પ્રદેશ નેતાગીરીએ માત્ર 15 દિવસમાં રદ કરાવતા સ્થાનિક ભાજપ કાર્યકરો હતાશ થયા છે જયારે જિલ્લા ભાજપની આંતરિક જૂથબંધી વધુ વકરશે તેમ મનાય રહ્યું છે.
: સાંસદ મનસુખભાઈ વસાવાએ સુનિલ પટેલની નિમણુંક રદ કરવાના નિર્ણયને જાહેરમાં વખોડ્યો અને આ મામલે તેઓ ઉચ્ચ કક્ષા એ રજુઆત કરશે તેમ જણાવ્યું હતું આમ સાંસદે સુનિલ પટેલ ને સમર્થન આપ્યું હતું
(11:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
