<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

ચૂંટણીમાં કાર્યકર્તાઓના જમવાનું બીલ માંગનાર હોટલ સંચાલકને ધારાસભ્ય ચૈતર વસાવા એ માર માર્યો

હોટલ સંચાલન કરતો આ યુવાન ધારાસભ્યનો પાયાનો કાર્યકર હોવા છતાં આવી રીતે માર મારતા પોલીસ આધિક્ષક નર્મદાને લેખિત રજુઆત કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા સામે બીજીવાર આક્ષેપ લાગ્યો છે કે તેમણે પોતાના સાથી મિત્રો સાથે એક હોટલ સંચાલન કરતો અને તેમનો પાયાનો કાર્યકર આદિવાસી યુવાનને બેરહેમી પૂર્વક માર માર્યો કારણ બસ એટલું કેચૂંટણી ટાણે હોટેલમાં જમવાનું થયેલું બીલ બાકી હોય આ બીલની માંગણી કરતા આ મારામારી કરતા ફરી એક વાર ફરિયાદ પોલીસ અધિક્ષકના દરબારમાં પહોંચી છે.
   પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા તથા તેના માણસો ઘરે આવી માર માર્યાની ફરિયાદ લઇ ને એક આદિવાસી પરિવાર પહોંચ્યું ડેડીયાપાડા સામ૨પાડા (થપાવી) ના શાંતિલાલ ડેબાભાઈ વસાવા તેની પત્ની અને પુત્ર સાથે પૂર્વ કારોબારી ચેરમેન બહાદુર વસાવા સાથે પોલીસ આધિક્ષકને મળીને ફરિયાદ આપી અને આ બાબતે પગલાં લેવા રજૂઆત કરી હતી.
   આ બાબતે શાંતિલાલ વસાવાએ જણાવ્યું હતું કે તે પોતે શિવમ પાર્ક હોટલ નિગટમાં મેનેજમેન્ટ કરી હોટલનું સંચાલન ક૨તો હતો જેમાં લોકસભાની ચૂંટણી દરમ્યાન ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તથા તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ હોટલમાં આવીને જમતા હતા, જયારે ધારાસભ્ય ની લોકસભાની ચુટણી વખતનું હોટલ જમવાનું બીલ બાકી છે તે બાબતે ચૈત૨ભાઈને ફોન ક૨તો હતો તો તેઓ મારો ફોન ઉપાડતા ન હતા.  કુલ બીલ જમવાનું 1,28,720 રૂપિયા છે. જેની વારંવાર માંગણી છતાં નહી આપતા આખરે આ યુવાને બીજા અજાણ્યા નંબર પરથી ફોન કર્યો અને ઉઠાવ્યો ત્યારે ગુસ્સેથઈ ને અપશબ્દો બોલી વાત કરતા ધારાસભ્ય અકળાયા અને તેઓ ધર્મેશ (ધમો), માધુસિંહ, જીતુભાઇ, શિવરામભાઈ, અને ધમા ભાઈ સહીત અન્ય ટોળું લઈને મારી ઘેરે આવી પહેલા મને ધારાસભ્યે મારવાનું ચાલુ કર્યું બાદમાં તેમની સાથે લોકોને કહ્યું મારો અને બધાએ ટોળે વળી ઢોર માર માર્યો ત્યારે ઈજાઓ પહોંચાડી જતા રહ્યા હતા ઈજાગ્રસ્ત યુવાને સારવાર લીધી સ્વસ્થ થઇ જિલ્લા પોલીસ અધિક્ષક  પાસે ન્યાય મંગાવા પહોંચ્યા છે.

: જેનામાટે આટલી મહેનત કરી જો મારુ ના રાખે તો આ ધારાસભ્ય સમાજનું સુ કરવાના...
ચૈતરભાઈ દિલ્હી ગયા ત્યારે હું તેમની સાથે ગયો હતો ધારાસભ્ય ની ચૂંટણી જીતાડવા તનતોડ મહેનત કરી તેઓ જેલમાં ગયા ત્યારે પણ અને કેજરીવાલ આવ્યા ત્યારે જનમેદની લાવવામાં મારી મહેનત ખુબ છે પણ આવા રૂપિયા બાબતે તે પણ મારી મહેનત ના છે તે આપવામાં આવો માર મારતા હોય તો સમાજનું સુ ભલું કરવાના. >> શાંતિલાલ વસાવા (ડેડીયાપાડા ઈજાગ્રસ્ત યુવાન )

આ બાબતે અને ચૈતર વસાવા સાથે ટેલીફોનીક વાત કરી તો તેમણે જણાવ્યું કે આ હોટલ જ એની નથી એતો અમથા ફરિયાદ કરે છે બાકી હોટલવાળા ને પૂછી લેવાનું એની હોટલ નથી

(11:12 PM IST)