તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
રાજપીપળા ચંદ્રવિલા સોસાયટી તરફના રોડ ઉપર પાલિકા તંત્ર દ્વારા જ ગંદકી થતા સ્થાનિકો નારાજ
કચરો પાલિકાની ગામમાંથી કચરો ઉઘરાવી આવતી ગાડીઓમાંથી જ આ જગ્યા પર ફેંકવામાં આવે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટથી વેરો ભરતી પ્રજા થાકી ચૂકી છે, એક તરફ નગરપાલિકા સ્વચ્છતા ના સરકારી કાર્યક્રમો કરી વાહવાહી મેળવે છે પરંતુ ખાટલે મોટી ખોડની માફક પાલિકા દ્વારા જ કેટલાક વિસ્તારોમાં ગંદકી થાય છે જેથી લોકો હવે કંટાળી ચૂક્યા છે.
વાત કરીએ તો રાજપીપળા રોહિતવાસ આગળ આવેલી ચંદ્રવિલા સોસાયટી આગળના મુખ્ય માર્ગ ઉપર રોડની બંને તરફ કચરો પાલિકા દ્વારા જ નાખવામાં આવતો હોવાનું સ્થાનિકોનું કહેવું છે તો સફાઈ ની જેના માથે જવાબદારી છે એ તંત્ર જ જો ગંદકી કરે અને ત્યાં રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ તેવા સવાલ ઉઠ્યા છે. સ્થાનિકો દ્વારા જાણવા મળ્યા મુજબ આ કચરો પાલિકાની ગામમાંથી કચરો ઉઘરાવી આવતી ગાડીઓમાંથી જ આ જગ્યા પર ફેંકવામાં આવે છે ત્યારે જો આ વાત સાચી હોય તો તંત્ર આ મુદ્દે કડક વલણ અપનાવી ગમે ત્યાં કચરો ઠાલવતા કર્મચારીઓ પર કાર્યવાહી કરી સ્થાનિકોને પડતી તકલીફ અને રોગચાળો ના ફેલાઈ એ દિશા માં ધ્યાન આપે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
