<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

ઉમરવા ગામે પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ પતિ અને સાસુ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરતા ગુનો દાખલ

દારૂડિયો પતિ કામધંધો કરતો ના હોય એ બાબતે માથાકુટ બાદ પત્નીને કાઢી મુકવાની ધમકી આપતા પત્ની એ ઝેરી દવા પીધી હતી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવા ગામમાં પતિમાં ત્રાસથી કંટાળેલી પત્ની એ પતિ અને સાસુ વિરૂદ્ધ ફરિયાદ કરતા ગુનો દાખલ થયો છે
  મળતી માહિતી અનુસાર વૈશાલીબેન પુનમભાઇ સુરેશભાઇ વસાવા(રહે,.ઉમરવા ટાંકીવાળુ ફળીયુ. તા.નાંદોદ જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમણે પુનમભાઇ સુરેશભાઈ વસાવા સાથે સાડા ત્રણેક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલા, શરૂઆતના દોઢેક વર્ષ તેમને સારી રીતે રાખતા ત્યારબાદ છેલ્લા બે વર્ષથી પતિ દારૂ પીવાની ટેવ વાળો હોય અને કોઇ કામ ધંધો કરતો ના હોય જેથી પત્ની એ કામધંધો કરવાની વાત કરતા આ પત્નીને મારઝુડ કરતો હોય અને સાસુ મનીષાબેન  સુરેશભાઈ વસાવા પતિનું ઉપરાણુ લઇ તેમને મહેણા ટોણા મારી શારીરિક તથા માનસીક ત્રાસ આપતા હોય ગઇ તા.૧૭/૦૯/૨૦૨૪ના રોજ  કામના વૈશાલીબેન એ પતિને પૈસા કમાવવા બાબતે કહેતા પતિ એકદમ ઉશ્કેરાય જઇ પત્નીના વાળ પકડી મોંઢા ઉપર બે લાફા મારી દીધેલ તેનુ ઉપરાણુ લઇ તેમના સાસુ મનીષાબેન નાઓ ગંદી ગાળો આપી ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપતા વૈશાલીબેનને મન દુઃખ થતા તેમણે તેમના ઘરમાં પડેલ  ઝેરી દવા ખુલ્લા વાડામાં જઇ પી ગયેલ આમ શારીરિક અને માનસિક ત્રાસ બાદ વૈશાલી બેને આમલેથા પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:16 PM IST)