<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

રાજપીપળા કમલમ કાર્યાલય ખાતે સેવા પખવાડિયા અંતર્ગત રકતદાન શિબિર યોજાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:પીએમ મોદીના જન્મ દિવસથી રાજપીપળા બીજેપી દ્વારા સેવા પખવાડિયા કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી જેમાં પહેલા દિવસે સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ બાદ આજરોજ સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત રાજપીપળાના કમલમ કાર્યાલય ખાતે 148 નાદોદ વિધાનસભાના ધારાસભ્ય ડો.દર્શનાબેન ની ખાસ ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨જી ઓક્ટોમ્બર સુધી ચાલનારા આ સેવા પખવાડિયા કાર્યક્રમ દરમિયાન અલગ અલગ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવશે. આજના આ રકતદાન કાર્યક્રમમાં ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, નર્મદા જિલ્લા બીજેપી પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિક્રમભાઈ તડવી સહિત મોટી સંખ્યા માં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(11:17 PM IST)