તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Friday, 20th September 2024
ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ DSP ને રજૂઆત કરનાર સામે ડેડીયાપાડા પો.સ્ટે.ચૈતર વસાવાએ કરી રજૂઆત
DSP ને રજૂઆત કરી હોટલનું બાકી બીલ માંગનાર શાંતિલાલ ખુદ એ હોટલમાં કારીગર હતો: ચૈતર વસાવા: બહાદુર વસાવા જેવા વ્યક્તિ રાજકીય રંગ આપવા માટે આવેદનપત્ર અપાવવા પોલીસ અધિક્ષકની કચેરી લઇ જઈને રાજકીય રોટલા શેકે છે: ચૈતર વસાવા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ જિલ્લા પોલીસ વડા ને રજૂઆત કરતા મામલો ગરમાયો છે અને ચૈતર વસાવાએ ખોટી રજૂઆત કરી હોવાનો ખુલાસો કરી ડેડીયાપાડા પોલીસ મથકે લેખિત રજૂઆત કરી વળતો જવાબ આપ્યો છે
ચૈતર વસાવા એ ડેડીયાપાડા પોલીસને કરેલી રજુઆત માં જણાવ્યા મુજબ .૧૬/૦૯/૨૦૨૪ ના સોમવાર ના રોજ મારા પર્સનલ મોબાઈલ નંબર ૯૯૦૪૬૮૯૦૧૯ પર ૮૨૩૮૭૨૦૮૧૯ નંબર થી કોલ આવ્યો જેમાં બીજા વ્યક્તિ સાથે વાત કરાવી ત્યારબાદ બીજા વ્યક્તિ મોબાઈલ લઈને ગાળો બોલવા લાગે છે. કોલ કટ કરતા ફરી ૭ થી ૮ વખત કોલ કરે છે ત્યારે, હું શાંતિલાલ બોલું છું સામરપાડા થી એમ કહી ને ગાળો બોલવા લાગે છે. અને કહે છે કે બધા ગામવાળાઓ ને ચોકડી પર મેં ભેગા કર્યા છે. ચૈતર તું, માધવ, સામસીંગ, સંદિપ અને નરપત ને લઇ ને હમણા જ આવી જા એમ કહી જોર જોર થી બુમો પાડી ખુબજ ગાળો બોલે છે. જોકે આ ઘટના માં બહાદુર વસાવા જેવા રાજકીય રંગ આપવા માટે બે દિવસ બાદ આવેદન પત્ર અપાવવા રાજપીપલા પોલીસ અધિક્ષકની કચેરી લઇ જઈને રાજકીય રોટલા શેકે છે. શાંતિલાલભાઈ છેલ્લા ૧૦ વર્ષ થી અમારી સાથે રહીને પાર્ટીનો કાર્યકર નું કામ કરતા હતા, શાંતિલાલભાઈ ગામ- નિંગટ, તા. દેડિયાપાડા, ખાતે આવેલ શિવમ પાર્ક હોટલમાં શાક બનાવવાના કારીગર તરીકે ની નોકરી કરતા હતા. લોકસભાની ચુંટણી ના બીજા દિવસે શાંતિલાલ રૂબરૂ મારા પાસે ઓફિસે આવ્યા, અને કહેવા લાગ્યો કે અમારી હોટલે AAP પાર્ટી ના નેતાઓ ૫૦,૦૦૦ નું જમી ગયા છે. તેનું બીલ બાકી છે, તેજ દિવસે મારી ઓફિસ પરથી વિક્રમભાઈ મોતીસીંગભાઈ વસાવા ને ૩૦,૦૦૦ રોકડા ઓફિસ પરજ શાંતિલાલ ને આપ્યા હતા. ત્યાર બાદ ફરી ૨૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા. એમ ૫૦,૦૦૦ રૂપિયા શાંતિલાલ ને આપ્યા હતા. અને આ હોટલ શિવમ પાર્ક ના માલિક સંજયભાઈ વસાવા ને અમે જાણ કરી હતી. શાંતિલાલ એ આવી ને ૫૦,૦૦૦/ માંગી ગયા છે ત્યારે, તે દિવસ થી જ શાંતિલાલ કામ પર પણ જવાનું છોડી દીધું હતું, આમારી સાથે આવવાનું પણ છોડી દીધું હતું. દેડીયાપાડા વિધાનસભા ૨૦૨૨ ના BTP ના ઉમેદવાર બહાદુરસિંહ ના કહેવા પ્રમાણે જે રાત્રે ગાળાગાળી કરી છે. જેમાંથી બચવા ખોટી ફરિયાદ અને કાવતરું કરી, પોલીસ અધિક્ષક તથા મીડિયા મિત્રો ને ખોટા નિવેદનો કરવામાં આવ્યા છે. તે બદલ યોગ્ય તપાસ કરી, શિવમપાર્ક હોટેલ ના માલિક, ત્યાના બીલ મોબાઈલ ના ઓડિયો રેકોર્ડીંગ, CDR, FSL, CCTV સહીતની તપાસ કરી ગુનો નોંધી, કાયદેસર ની કાર્યવાહી કરવા ચૈતર વસાવા એ માંગ કરી છે
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
