<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

તારીખ પે તારીખ...32 વર્ષ સુધી કોર્ટના ધક્કા ! છતાં પણ ન્યાય મળ્યો નથી

પતિના મોત બાદ પુત્રને ન્યાય અપાવવા તંત્ર સામે લડી રહેલી સ્ત્રી નાસીપાસ થઈ ગઈ :ન્યાય મેળવવા ઝઝૂમતી આ મહિલા ન્યાય તંત્ર પર મોટી આશા રાખી બેઠી છે:પોલીસ જીપથી થયેલા અકસ્માત કેસમાં કોર્ટના ચુકાદા બાદ 10 વર્ષે પણ પોલીસે વળતર નહિ ચૂકવતા કોર્ટે નર્મદા પોલીસ વડાની કચેરી નો સામાન જપ્ત કરવાનો હુકમ કર્યો:જોકે સામાન જપ્તી ની વાત આવતા પોલીસ વિભાગે ૬૦ દિવસની મુદત માંગી અને કોર્ટે મુદત આપતા રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:૧૯ વર્ષ 1992 મા મૂળ મહારાષ્ટ્ર ના નંદુરબાર નો એક મુસ્લિમ પરિવાર હાલ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સારસા ગામે લગ્ન પ્રસંગ મા આવ્યો હતો, ત્યારે સાગબારા પોલીસ મથકની જીપે 12 વર્ષ ના પરવેઝ નામના સગીર ને રોડ ઉપર ટક્કર મારતા શરીરે ગંભીર ઇજાઓ અને મલ્ટીપલ ફ્રેક્ચર થતા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં 3 માસ સુધી સારવાર માટે દાખલ કરેલ જેને કારણે ઇજાગ્રસ્ત સગીર નું બાકીનું જીવન શારીરિક રીતે અક્ષમતાઓને કારણે પ્રભાવિત થયેલ અને શિક્ષણ પણ અધૂરું રહી ગયેલ.

 આ મામલે સગીર વયના પરવેઝ ના પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરી ન્યાય મેળવવા કોર્ટનું શરનું લીધું હતું , પરંતુ આર્થિક રીતે નબળા આ પરિવારે ન્યાય ની આશા મા મહારાષ્ટ્ર થી ગુજરાત કોર્ટના ચક્કર કાપતા રહ્યા એ દરમિયાન સગીર પરવેઝ ના પિતા અને આ કેસ ના ફરિયાદી મુખત્યાર મન્સૂરીનું વર્ષ 2007 માં કુદરતી મોત થયું છતાં ન્યાય અધુરો જ રહ્યો, ત્યાર બાદ તેમની વિધવા પત્ની નૂર બાનું પોતાના દીકરાને ન્યાય અપાવવા કોર્ટના ચક્કર કાપે છે. આખરે 22 વરસ ના ભારે સંઘર્ષ બાદ 2014 મા નર્મદા ની ડિસ્ટ્રીક કોર્ટ દ્વારા અરજદાર ને રૂપિયા 25 હજાર નું વળતર 9% ના વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કરાયો, પણ કોઈ અગમ્ય કારણોસર નર્મદા પોલીસ કોર્ટના આ ચૂકાદા નો અમલ કરતી નથી, એમાં ને એમાં કુલ 32 વર્ષ વીતી જવા છતાં પણ પીડિત પરિવાર આજે પણ કોર્ટે કરેલા રૂપિયા પચ્ચીસ હજાર 9% વ્યાજ સાથે નું રૂ.88,669 નું વળતર મેળવવા થી વંચિત છે.

આખરે 32 વર્ષે કોર્ટે નર્મદા પોલીસે ચુકાદા નો અમલ નહિ કરતા નર્મદા જિલ્લા પોલીસ વડા ની કચેરીનું કોમ્પ્યુટર, ફ્રીજ, ટીવી, ટેબલ, ખુરસી, પંખા સહિતનો સામાન જપ્ત કરી, જો સામાવાળા રૂ.88,669 અને જપ્તી ખર્ચ ના આપે તો કોર્ટ બીજો હુકમ ના કરે ત્યાં સુધી કોર્ટના બેલીફે પોતાની પાસે રાખવો તેવો હુકમ કરતા નર્મદા પોલીસની આબરૂ ના ધજાગરા ઉડી ગયા છે.

- જોકે નર્મદા જિલ્લા પોલીસ વડાની કચેરીનું સામાન જપ્ત કરવાનો ઓર્ડર લઈ કોર્ટ બેલીફ અને અરજદાર પરવેઝ મન્સૂરી કચેરી એ પહોંચ્યા હતા, અને જિલ્લા પોલીસ વડાને મળી કોર્ટનો હુકમ બતાવતા જિલ્લા પોલોસ વડા તરફ થી ૬૦ દિવસની મુદત કોર્ટ સમક્ષ માંગવામાં આવી હતી તેમ જાણવા મળ્યું છે.

(11:22 PM IST)