<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે આવેલા વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે પલ્લીનો મેળાની તડામાર તૈયારીઓ શરૂ

ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓ, મંદિરના ટ્રસ્ટી ગણના સભ્યો અને ગામના અગ્રણીઓની સાથે બેઠક કરી

ગાંધીનગરનઃ ગાંધીનગરના રૂપાલ ગામ ખાતે આવેલા વિશ્વ પ્રસિધ્ધ વરદાયનિ માતાજીના મંદિરે પલ્લીનો મેળો તારીખ 11મી ઓકટોબર, 2024ના રોજ યોજાશે. આ પલ્લીના મેળાના સુચારું આયોજન અર્થે ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓ, મંદિરના ટ્રસ્ટી ગણના સભ્યો અને ગામના અગ્રણીઓની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મેહુલ દવે એ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં આવેલું રૂપાલ ગામનું વરદાયનિ માતાજીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિર ખાતે દર વર્ષે યોજાતો પલ્લીનો મેળો વિશ્વભરમાં સુપ્રસિધ્ધ છે. આ મેળો આગામી તારીખ 11મી ઓકટોબર, 2024ના રોજ યોજાનાર છે.
તેમણે ઉમેર્યું હતું કે, આ મેળો શાંતિપૂર્ણ માહોલમાં અને ભક્તોને કોઇપણ તકલીફ ન પડે તેવું સુચારું વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી જિલ્લા વહીવટી તંત્રની છે. આ મેળાના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ જણાવ્યું હતું કે, પલ્લીના મેળા દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા જણાવ્યું હતું. સમગ્ર મેળા દરમ્યાન શાંતિ જળવાઇ રહે અને સુલેહનો ભંગ ન થાય તે માટે ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવા જણાવ્યું હતું. તેની સાથે ભક્તો શાંતિપૂર્ણ માહોલમાં દર્શન કરી શકે તેવી સુચારું વ્યવસ્થા પણ કરવાની સૂચના આપી હતી.

(12:28 PM IST)