News of Sunday, 22nd September 2024
સુરત SOG એ કાપડની દુકાનમાંથી નકલી નોટ છાપવાનું નેટવર્કનું પકડ્યું:૩ ની ધરપકડ:૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

સુરત:સુરતનાં સરથાણમાં ડુપ્લીકેટ નોટો બનાવાનું નેટવર્ક ઝડપાયું છે. સુરત એસ.ઓ.જી દ્વારા શહેરનાં સરથાણાનાં યોગી ચોક વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્ષમાં આવેલ કાપડની ઓનલાઈન વેચાણની ઓફીસામાં નકલી નોટ બનાવવામાં આવતી હોવાનાં કૌભાંડનો પર્દાફ્રાશ કર્યો છે. પોલીસે મુદ્દામાલ સહિત રાહુલ, ભાવેશ અને પવનને પકડી જેલ હવાલે કર્યા હતા. તેમજ એસઓજીએ સ્થળ પરથી એક લાખની નકલી ફેક કરન્સી, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિત પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ બાબતે પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ આરોપીઓ એક અસલી નોટ સામે 3 નકલી નોટ આપતા હતા. તેમજ આરોપીઓ દ્વારા આ નકલી નોટ પાનનાં ગલ્લા, શાકભાજી, ફ્રૂટ જેવા છૂટક માર્કેટમાં જ નકલી નોટોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓએ માર્કેટમાં કેટલી નકલી નોટ ફરતી કરી છે. તે તરફ તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે. તેમજ આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલ છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
