<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

નકલમા અક્કલ ના હોય: સુરતમાં સિરીઝ જેવો કિસ્સો ઝડપાયો: 1.20 લાખની ડુપ્લીકેટ નોટો અને સમગ્રી જપ્ત

SOG પોલીસની ટીમે સરથાણા વિસ્તારમાં આવેલ એપ્પલ સ્ક્વેર બિલ્ડિંગમાં દરોડો પાડતા યુ-ટ્યુબ પર વિવિધ વીડિયોના જોઈ નકલી નોટો છાપતા પોલીસના હાથે યુવાનો ઝડપાયા

સુરત : શહેરમાં 'ફર્ઝી' વેબ સિરીઝ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં યુવાનોએ 'ફર્ઝી' વેબ સિરીઝ અને યુ-ટ્યુબ પર વિવિધ વીડિયોના જોઈ નકલી નોટો છાપતા પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. પોલીસે જયારે દરોડો પાડ્યો, ત્યારે નકલી નોટો છાપવાનું મિની કારખાનું મળી આવ્યું હતું. આ મામલે પોલીસે બે સગાભાઈઓ અને નકલી નોટની ડિલીવરી લેવા આવેલા બે યુવાનોને પણ ઝડપી પાડ્યા છે.

ઓનલાઇન હોઝીયરી બિઝનેસની ઓફીસની આડમાં નકલી નોટો છાપવાનુ મીની કારખાનું ચાલતું હતું. પોલીસે 1,20,200 રૂપિયાની હાઈ ક્વોલીટી ડુપ્લીકેટ નોટો તથા નોટો છાપવાની સાધન સામગ્રી જપ્ત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, SOG પોલીસની ટીમે સરથાણા વિસ્તારમાં આવેલ એપ્પલ સ્ક્વેર બિલ્ડિંગમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ઑનલાઈન હોઝીયરી બિઝનેસની ઑફિસમાં નકલી નોટો છાપવાનો ગોરખધંધો ધમધમતો હતો.

(10:29 PM IST)