અમારા હાથ-પગ બાંધી દેવાયા'તાઃ વોશરૂમ પણ ન જવા દેવાયા : અમેરિકાથી જમ્બો વિમાનમાં બેસી પાછા ફરેલા ભારતીયોની દર્દનાક કહાનીઃ આબાદ થવા અમેરિકા ગયાઃ બરબાદ થઈ પાછા ફર્યાઃ અમેરિકાથી ભારત વાપસીના ૪૦ કલાક ‘નર્ક'નો અનુભવ કર્યોઃ અમાનવીય વ્યવહારઃ લાખો - કરોડો રૂપિયા ગુમાવ્યાનો વસવસોઃ એજન્ટોએ ફસાવ્યાનો આરોપ11:02 AM IST
20કી.મી.ની ઝડપે ફૂંકાયો જોરદાર પવન:ફરી ઠંડીનો ચમકારો : વાદળો દિલ્હીને ઢાંકી દેશે: આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ : દેશમાં ફરી એકવાર હવામાનની પેટર્ન બદલાઈ :હળવી ગરમી બાદ ઠંડીનું જોર ફરી વળ્યું:દિવસભર જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે ભારે વરસાદનું એલર્ટ 10:27 PM IST
નકલી દસ્તાવેજોમાંથી અસલી આધાર કાર્ડ... નોઈડા પોલીસે નકલી દસ્તાવેજો બનાવતી ગેંગનો પર્દાફાશ: 9 આરોપીઓની ધરપકડ : તેઓ નકલી દસ્તાવેજો દ્વારા આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર, ભાડા કરાર બનાવતા હતા: પોલીસે આ આરોપીઓ પાસેથી 10 મોબાઈલ ફોન, 02 લેપટોપ, 06 સીપીયુ અને અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા:તે રોજના 20 થી 25 હજાર રૂપિયા કમાતા હતા.9:45 PM IST
શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, રોકાણકારોના ₹2 લાખ કરોડનું નુકસાન : સેન્સેક્સ 213 પોઈન્ટ તૂટ્યો જ્યારે નિફ્ટી 23600 ના સ્તરે સરકી ગયો : BSE મિડકેપ ઈન્ડેક્સ 0.87 ટકા ઘટ્યો,જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ સપાટ બંધ રહ્યો, કારોબાર દરમિયાન સૌથી વધુ ઘટાડો રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ટેલિકોમ શેરોમાં જોવા મળ્યો4:57 PM IST
'કોંગ્રેસમાં પરિવાર પ્રથમ, અમારા માટે રાષ્ટ્ર' : નરેન્દ્રભાઈ મોદીનો રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર : જનતાએ અમારા વિકાસ મોડલની તપાસ કરી અને સમજી લીધી છે : ગરીબોને ટેન્શન વગર આરક્ષણ મળ્યું. SC, ST, OBC વર્ગોએ પણ આ નિર્ણયને આવકાર્યો,અમે દિવ્યાંગો માટે મિશન મોડમાં કામ કર્યું. ટ્રાન્સજેન્ડર સમુદાયના ઉત્થાન માટે પણ પ્રયાસો, વિકાસયાત્રામાં મહિલા શક્તિનો મોટો ફાળો4:56 PM IST
આગળ કોનો નંબર આવશે... : અમેરિકામાં રહેતા 20 હજાર ભારતીયોના માથા પર લટકતી તલવાર, ગમે ત્યારે આવી શકે છે આખરી હટાવવાનો આદેશ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની ચૂંટણીની જાહેરાત મુજબ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સ વિરુદ્ધ કડક પગલાં લેવાનું શરૂ કરી દીધું : ગેરકાયદેસર ઇમિગ્રન્ટ ગણીને પરત કરવાની પ્રક્રિયા શરૂ કરી 4:24 PM IST
હવામાન અચાનક બદલાશે : ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી : 8 ફેબ્રુઆરીથી પશ્ચિમ હિમાલયના ક્ષેત્રમાં નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા : હવામાન વિભાગની આગાહી : ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને બિહાર સહિત અનેક રાજ્યોમાં વરસાદ અને ધુમ્મસની ચેતવણી : દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં તીવ્ર સૂર્યપ્રકાશ સાથે ઠંડીમાં ઘટાડો4:26 PM IST
અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયો અંગે વિદેશ મંત્રી જયશંકરે આપ્યું નિવેદન, કહ્યું- દેશનિકાલ એ કોઇ નવો મુદ્દો નથી,ઘણા વર્ષોથી આવું જ છે. આ નિયમો 2012થી અમલમાં, દરેક દેશમાં લોકોની રાષ્ટ્રીયતા તપાસવામાં આવે છે : દેશનિકાલ પર સંયુક્ત રાષ્ટ્ર સંમેલનનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું કે, તે કાનૂની સ્થળાંતરને સમર્થન આપવા અને ગેરકાયદેસર સ્થળાંતરને નિરાશ કરવા માટે છે ગેરકાયદેસર વસાહતીઓ ત્યાં અમાનવીય સ્થિતિમાં ફસાયેલા હતા4:11 PM IST
દીપિકા પાદુકોણથી લઈને મેરી કોમ સુધી, આ મોટી હસ્તીઓ બાળકો સાથે કરશે 'પરીક્ષા પે ચર્ચા' : દીપિકા પાદુકોણ માનસિક સ્વાસ્થ્ય વિશે, મેરી કોમ અને અવની લેખા જીવનમાં પડકારોનો સામનો કરવાના તેમના અનુભવો શેર કરીને વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાનું કામ કરશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંવાદ કાર્યક્રમમા સોનાલી સબરવાલ, વિક્રાંત મેસી, ભૂમિ પેડનેકર, યુટ્યુબર ટેકનિકલ ગુરુ જી, રાધિકા ગુપ્તા, સેલિબ્રિટી ન્યુટ્રિશનિસ્ટ રૂજુતા દિવેકર અને હેલ્થ ઈન્ફલ્યુનર ફૂડ ફાર્મરનો સમાવેશ 4:10 PM IST
બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ ધરપકડ વોરંટ સામે કોર્ટમાં પહોંચ્યા : વાંધાજનક જાહેરાત કેસમાં તેમની સામે જારી કરાયેલ ધરપકડ વોરંટ પાછું ખેંચવા માટે ન્યાયિક પ્રથમ વર્ગ મેજિસ્ટ્રેટ-II પલક્કડ સમક્ષ અરજી દાખલ કરી : કોર્ટે પતંજલિ આયુર્વેદને એલોપેથીનું અપમાન કરતી અને અમુક રોગોની સારવાર અંગે ખોટા દાવા કરતી ભ્રામક જાહેરાતો પ્રકાશિત કરવા બદલ તિરસ્કારની નોટિસ જારી કરી હતી4:09 PM IST
અમેરિકાએ ભારતના નંબર ૧ દુશ્મનના હાથ કાપી નાખ્યા : ડોનાલ્ડ ટ્રમ્પે એવો નિર્ણય લીધો કે દરેક ભારતીય ખુશ થશેઃ અમેરિકાએ એક રીતે ભારતના દુશ્મનની કમર તોડી નાખી છે ડોનાલ્ડ ટ્રમ્પે USAID બંધ કરી દીધું, પાકિસ્તાની આતંકવાદી સંગઠનોને મળતું ભંડોળ બંધ થઈ ગયું, USAID એ લશ્કર-એ-તૈયબાને $૧૧૦,૦૦૦ની સહાય પૂરી પાડીઃ એલોન મસ્કે તેને ગુનાહિત સંગઠન ગણાવ્યું2:07 PM IST
વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્યાનની વિધીઓ ૩૮10:41 AM IST
કોણ છે દિવા શાહ જેની સાથે ગૌતમ અદાણીના પુત્રના લગ્ન થવાના છે: ફંક્શન ક્યાં થશે? જાણો સમગ્ર વિગત : જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી દિવા શાહ સાથે લગ્ન બંધને બંધાશે :જૈમિન શાહ સી. દિનેશ એન્ડ કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડમાં ભાગીદાર:કંપનીનો મુંબઈ અને સુરતમાં હીરાનો બિઝનેસ છે10:07 PM IST
નૌશાદને 'જ્હાનવી' અને શિવકાંતને 'ખુશ્બુ' બનાવાઈ :કાનપુરમાં ઓપરેશન કરાવીને યુવાનોને નપુંસક બનાવાયા: કિંગપિન કેટરીનાની ધરપકડ : પીડિતોએ જણાવ્યું કે આરોપીઓ ગરીબ અને નબળા યુવાનોને લલચાવીને પોતાની સાથે લઈ જાય છે અને કાનપુરની હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરાવીને નપુંસકો બનાવી દે છે :તેઓ કહેતા હતા કે તમારા પરિવારનો સંપૂર્ણ ખર્ચ અમે ઉઠાવીશું. નપુંસક બનવાથી તમારા ઘરમાં ઘણા પૈસા આવશે.11:18 PM IST

વિરોધ પ્રદર્શન...

ધાર્મિક વિધિ

ટ્રાફિક જામ

લોન્ચિંગ
અકિલા સોશ્યિલ મીડિયામુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની મોટી ભેટ : નવી રચાયેલ મહાનગરપાલિકાઓ 208 કરોડ સહીત અન્ય 5 મનપા અને ચાર ન.પા.ને 710 કરોડની ફાળવણી : નવરચિત આણંદ મહાનગરપાલિકાને રૂ.૪૫ કરોડ - મોરબી રૂ.૮૦ કરોડ નડિયાદને રૂ.૨૧.૯૦ કરોડ, વાપીને રૂ.૨૧.૫૦ કરોડ, નવસારી અને ગાંધીધામ મહાનગરપાલિકા પ્રત્યેકને રૂ.૨૦-૨૦ કરોડ મળશે: આણંદ મહાનગરપાલિકાને રૂ.૪૫ કરોડ - મોરબી રૂ.૮૦ કરોડ નડિયાદને રૂ.૨૧.૯૦ કરોડ, વાપીને રૂ.૨૧.૫૦ કરોડ, નવસારી અને ગાંધીધામ મહાનગરપાલિકા પ્રત્યેકને રૂ.૨૦-૨૦ કરોડ મળશે6:37 PM IST
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરનો ૬૭મો પદવીદાન સમારોહ : પ્રાચીન પરંપરા સાથે નૈતિક, મૂલ્યનિષ્ઠ અને કર્મઠ શિક્ષણ દ્વારા જ સમાજનું નવનિર્માણ શક્ય : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી : ૧૬,૨૧૮ વિદ્યાર્થીઓને પદવી, ૧૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અપાયા : વિદ્યાર્થીઓએ અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરેલી માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવી પડશે : ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ : વિદ્યાર્થીઓનું જ્ઞાન સમાજ - રાષ્ટ્રની એકતાની સાથે સંશોધન ક્ષેત્રે ઉપયોગી બને : શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા 4:53 PM IST
ગુજરાતમાં અદ્યતન ટેકનોલોજીવાળા ૬૦૭ આંગણવાડી - નંદ ઘરનું નિર્માણ કરાશે : રાજ્યમાં LGSF- લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ જેવી અદ્યતન ટેકનોલોજી સાથે ભૂકંપ, ભેજ, આગ જેવી વિવિધ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલી શકે તે પ્રકારના નંદઘરો માત્ર ૬૦ દિવસમાં તૈયાર થશે :આંગણવાડીનું સ્ટ્રક્ચર ૧૦૦% રિસાયકલેબલ જ્યારે ૧% કરતાં ઓછો વેસ્ટ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયા દ્વારા ઇકોફ્રેન્ડલી બનાવીને પાયાની તમામ સુવિધાઓથી સુસજ્જ કરાવવા રાજ્ય સરકાર કટીબદ્ધ4:07 PM IST
૧ વર્ષથી વોન્ટેડ જામનગરના આરોપી અંતે વડોદરા ક્રાઇમ બ્રાંચની જાળમા : સંસ્કારી નગરી બહારના વોન્ટેડ ગુનેગારોનાં ધામાથી અસંસ્કારી ન બને તેવા સીપી નરસિંહમાં કોમારની પરિણામલક્ષી રણનીતિ ફરી રંગ લાવી : ડીસીપી યુવરાજસિંહ ગોહિલ, ઇન્ચાર્જ એસીપી મયુરસિંહ રાજપૂતનાં માર્ગદર્શનમાં પીઆઇ આર.જે. જાડેજા, પીઆઇ એચ. ડી. તુવરા ટીમના પીએસઆઈ સી.ડી. યાદવ અને પીએસઆઈ આર.જે. રાઠવા ટીમની વધુ એક ફતેહ10:16 AM IST
સુરત જિલ્લાનું ધજ ગામ: ભારતમાં ગુજરાતનું પહેલું ઈકો વિલેજ : પર્યાવરણ અને પ્રગતિ વચ્ચે તાલમેલ જાળવીને ગોકુળિયા ગામની ઉપમાને સાર્થક કરતું માંડવી તાલુકાનું ધજ ગામ : પ્રકૃતિ અને માનવસંસાધનોના સાર્થક ઉપયોગથી ધજ ગામે આદર્શ ગામની વ્યાખ્યાને ચરિતાર્થ કરી : ગુજરાત ઈકોલોજી કમિશન અને વન વિભાગના ઉપક્રમે સસ્ટેનેબલ ટેકનિક અને સામૂહિક પ્રયાસોથી પર્યાવરણનું સંરક્ષણ કરતા ધજ ગામમાં પર્યાવરણીય ક્રાંતિ આવી : દૂધ મંડળી અને પશુપાલન થકી ગામની બહેનો બની આત્મનિર્ભર : ફોરેસ્ટ વિભાગના માર્ગદર્શન હેઠળ ગામના યુવાનો, અગ્રણીઓની આગેવાનીમાં વન કલ્યાણ સમિતિ કરી રહી છે જંગલની જાળવણી : ઈકો વિલેજ એ કુદરતી, જૈવિક, નિર્જીવ તથા પારંપરિક આજીવિકાના સ્ત્રોતોના પુનઃસ્થાપન થકી ગ્રામ્ય સમુદાયોનો આર્થિક, સામાજિક વિકાસ કરવાની વનવિભાગની પહેલ3:09 PM IST
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં યોજાવા જઈ રહ્યો છે માઈભક્તોનો મહાકુંભ : ગુજરાતના પ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજી ખાતે 9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ: પરિક્રમા મહોત્સવ દરમિયાન પાલખી યાત્રા સહિત 8 પ્રકારની યાત્રાઓ નીકળશેઃ અંદાજિત 15 લાખ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજન સહિત અનેક સુવિધાઓ6:51 PM IST
ગુજરાત હાઈકોર્ટે કથિત GST ફ્રોડ કેસમાં પત્રકાર મહેશ લાંગાને નિયમિત જામીન આપવાનો ઈન્કાર કર્યો : અત્યંત ગોપનીય સરકારી દસ્તાવેજોની ચોરી માટે તેમની સામે બીજી એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. : વકિલે દલીલ કરી કે લાંગા એક પત્રકાર હતા. ત્યાં કોઈ વેપારીઓ અથવા ભાગીદારો નથી, જે એક અલગ વર્ગ છે, તેથી લંગાની અરજીને કોર્ટ સમક્ષ અન્ય અરજદારોની તુલનામાં અલગ વિચારણાની જરૂર 4:55 PM IST
અમેરિકાથી પરત આવેલા ગુજરાતના તમામ ૩૩ નાગરિકોને અમદાવાદ એરપોર્ટથી પોલીસ મદદ આપી સુરક્ષિત રીતે ઘરે પહોંચાડવામાં આવ્યા : ૩૩ નાગરિકોના રહેણાકની વિગતોના આધારે, સંબંધિત જિલ્લાની પોલીસ દ્વારા એક નોડલ અધિકારીની નિમણુક કરી, તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડાયા :નાગરિકોની સુનિશ્ચિત સુરક્ષા અને યોગ્ય સંકલન માટે ડીવાયએસપી કક્ષાના અધિકારી અમૃતસર એરપોર્ટ પર તૈનાત કરાયા 6:47 PM IST
ફેસબુક ફ્રેન્ડ હેતલનો ભરોસો કરતાં નહીં...આણંદમાં NRI યુવક ને સુરતની એક ગેંગે હની ટ્રેપમાં ફસાવી નાણાંની માંગણી કરતા આણંદ એલસીબી દ્વારા છટકુ ગોઠવી ગેંગના ત્રણ શખ્સો સહિત એક મહિલાની અમદાવાદથી ધરપકડ : પોલીસ નું આઈ કાર્ડ બતાવી બન્ને ને કાર માં બેસાડી કાર બોરીયાવી તરફ લઈ જઈ રસ્તામાં મનીષ પટેલને યુવતી સાથે બળાત્કાર કર્યો હોય તેમજ યુવતી દલિત હોઈ ઍટ્રોસીટી તેમજ ડ્રગ્સની ફરિયાદ ની ધમકી આપી રૂપિયા 20 લાખ ની માંગણી કરી હતી4:30 PM IST
ભાજપની વિદેશનિતીની નિષ્ફળતાના કારણે ટ્રમ્પે ભારતીયોને ભગાડયાઃ શકિતસિંહ ગોહિલ : સંસદમાં રાષ્ટ્રપતિશ્રીના અભિભાષણના આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં રાજયસભાના સાંસદ ગુજરાતના લોકોને સ્પર્શતા અનેક મુદ્દાઓ લોકોની સમસ્યાઓ અંગે રજૂઆતો કરી : ફૌજના જવાનો માટે જીવન રક્ષક અને જીવન જરૂરિયાતની વસ્તુઓ એક્સપાયરી ડેટ થઈ ગયેલી અપાય છેઃ અગ્નિવીર જેવી યોજના ભાજપ સરકાર લાવી તેના કારણે ગુજરાતના શહીદ થયેલા યુવાનોને શહીદનો દરજ્જો કે પરિવારને મળતી પૂરતી સહાય સરકારે આપી નથી : અમરેલીના ભાજપના બે જૂથોની લડાઈમાં નિર્દોષ પાટીદાર દીકરીને પટ્ટાથી માર મારવામાં અને સરઘસ કાઢવામાં આવ્યું હતું તેનો ઉલ્લેખ સંસદમાં : ખેડૂતો ઉપર ખર્ચનું ભારણ વધ્યું છે અને ખેડૂતોની આવકમાં કોઈ વધારો થયો નથી. યુવાનોને રોજગારી જોઈએ છે તેના માટે રોજગારી નથી, જ્યારે મોંઘવારી આસમાને છેઃ અમદાવાદ એરપોર્ટ ઉપર અદાણીએ ડોમેસ્ટિક ૮૫ રૂપિયા પેસેન્જર ચાર્જ હતો તેના ૪૫૦ રૂપિયા કરી દીધા અને અને આંતરરાષ્ટ્રીય માટે જે માત્ર ૮૫ રૂપિયા હતા તેના ૮૮૦ રૂપિયા કરી દેવામાં આવ્યા છે, આ એક ખુલ્લી લૂંટ છેઃ જમ્મુ-કાશ્મીરમાં જઈને ગળહ મંત્રીએ ચૂંટણી સમયે કહ્યું હતું કે, ભાજપની સરકાર આવશે તો જમ્મુ-કાશ્મીરમાં ઈદ અને મોહરમમાં એક-એક ગેસનો બાટલો ફ્રી આપશે. ગુજરાતમાં તમે વર્ષોથી જીતો છો તો ગુજરાતીઓને કેમ ગેસનો બાટલો ફ્રી નથી આપતા ?11:25 AM IST
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે 5 નવા બ્રિજ બનાવવાનું આયોજન : 7 સ્થળો પર મોટા ફ્લાય ઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવવાની શકયત : ઇસ્કોન જંક્શન પર 250 કરોડ રૂપિયાના ખર્ચે ઓવરબ્રિજ ,ચાંદલોડિયા સિલ્વર સ્ટાર ચાર રસ્તા ખાતે 80 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજ બનાવવાનું આયોજન,રાજપથ રંગોલી રોડ પર 35 કરોડ રૂપિયાના ખર્ચે અંડર પાસ ,પંચવટી સર્કલ પર 90 કરોડ રૂપિયાના ખર્ચે ફ્લાય ઓવરબ્રિજ,પીરાણાથી પિપડજ જવા માટે 45 કરોડ રૂપિયાના ખર્ચે માઈનોર બ્રિજ બનશે4:13 PM IST
UNWTO દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’ એવોર્ડથી સન્માનિત ધોરડો ખાતે યોજાઈ ભારતની સૌથી પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ BOBMC રાઇડર મેનિયા 2025 : 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી સુધી આયોજિત આ 3 દિવસીય ઇવેન્ટમાં ભારતભરના 2000થી વધુ બાઈક રાઇડર્સે ભાગ લીધો : 2 ફેબ્રુઆરીના રોજ 200થી વધુ રાઇડર્સે બાઇક પર ખેડી ધોરડોથી ધોળાવીરાની સફર, રોડ થ્રુ હેવન પર સર્જાયા અદ્ભુત દ્રશ્યો : કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, યુપી, ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, ઉત્તરપૂર્વના રાજ્યો જેવાકે મિઝોરમ, ત્રિપુરા, અરૂણાચલપ્રદેશ તેમજ નેપાળ અને ભૂટાન જેવા દેશના યુવાનોએ 3 દિવસીય મોટરસાયકલિંગ ઇવેન્ટમાં હિસ્સો લીધો3:40 PM IST
અમદાવાદમાં 14 વર્ષની સગીર દીકરીને વારંવાર હવસનો શિકાર બનાવી પિતાએ બનાવી ગર્ભવતી, સગીરાએ દીકરીને જન્મ આપતા ફૂટ્યો ભાંડો : નરાધમ પિતાની ધરપકડ : દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના જ પતિ સામે ફરિયાદ નોંધાવી : 14 વર્ષની દીકરીને પેટમાં દુખાવો થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા જ્યાં તેણે એક બાળકીને જન્મ આપ્યો 4:12 PM IST
રાજકોટના ૧૯ વર્ષના સમલૈંગિક કોલેજીયન યુવાનને જામનગરી શખ્સે હનીટ્રેપમાં ફસાવ્યોઃ નગ્ન વિડીયો ઉતારી રોકડ-મોબાઇલ પડાવ્યા! : ગ્રાઇન્ડર ડેટીંગ એપ્લીકેશનથી વિડીયોકોલમાં વાતચીત કર્યા બાદ નાના મવા રોડની હોટેલમાં મળવા ગયોઃ બંને નગ્ન થઇ બાથરૂમમાં ન્હાવા ગયા, જાણ બહાર યુવાનનો વિડીયો ઉતારી બ્લેકમેઇલ કર્યોઃ તાલુકા પોલીસે ૩૮ વર્ષિય શૈલેન્દ્રસિંગ ઉર્ફ પ્રકાશ સુરેન્દ્રસિંગ નીરબાનને સકંજામાં લીધો : જામનગરી શખ્સ ન્હાઇને નીકળી ગયો એ પછી યુવાન ન્હાતો હતો ત્યારે જાણ બહાર વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી દઇ તેના બે એટીએમ કાર્ડમાંથી ૬૫ હજાર પડાવ્યાઃ પછી બાઇકમાં બેસાડી પૂજારા ટેલિકોમમાં લઇ જઇ ક્રેડિટ કાર્ડથી રૂા. ૩૬૮૦૦નો મોબાઇલ લઇ લીધોઃ ફરી હોટેલમાં લઇ જઇ ધમકાવ્યો કે-કોઇને વાત કરીશ તો જીવવા જેવો નહિ રાખું: બે દિવસ યુવાન ગુમસુમ રહ્યા બાદ પરિવારને વાત કરી ફરિયાદ નોંધાવી : ઝડપાયેલો શૈલેન્દ્રસિંગ પોતે સમલૈંગિક નથીઃ કારખાનુ બંધ થઇ ગયા બાદ આર્થિક ભીંસમાં આવતાં એપનો ઉપયોગ કરી પહેલી જ વખત બ્લેકમેઇલીંગ કર્યાનું રટણ2:58 PM IST
સામે કેમ જોવો છો, મારું સોશિયલ નેટવર્ક જોયુ છે? તમારી પથારી ફેરવી નાંખીશ કહી કોમલ, હર્ષ સહિતની મારામારી : રિલાયન્સ મોલના બીજા માળે ડિસેમ્બરમાં થયેલી ધમાલમાં એટ્રોસીટી હેઠળ ગુનો નોંધાયો :કટારીયા ચોકડી પાછળ રહેતો પ્રદિપ દાફડા પોતાની ભાણેજ, મિત્રો સાથે મોલના બીજા માળે નાસ્તો કરવા ગયો ત્યારે એક ટેબલ પર બેઠેલી યુવતિએ સામે કેમ જોવો છો? કહી ડખ્ખો કર્યા હતોઃ ઇન્સ્ટા આઇડી પરથી ઓળખ મેળવી પ્રદિપે હવે ફરિયાદ નોંધાવી4:06 PM IST
ભાણેજના લગ્નમાંથી પત્નિ સાથે ઝઘડો કરી નીકળી ગયા પછી દારૂ માથે ઝેરી દવા પીધીઃ યુવાનનું મોત : રસુલપરા પાછળ ગણેશ સોસાયટીના દેવરાજભાઇ રાઠોડના મોતથી માસુમ દિકરીઍ પિતાનું છત્ર ગુમાવ્યું રાતે ઘરે પહોîચી પોતે દવા પી ગયાનું માતાને કહ્નાંઃ પણ તે નશામાં હોઇ માતાને વાત સાચી ન લાગીઃ સવારે જગાડવા ગયા ત્યારે મૃત હતો3:29 PM IST
વેરા વધારો ફગાવાશે ? આવતા સપ્તાહે બજેટને સ્ટેન્ડિંગની બહાલી : મ્યુનિ. કમિશનરે સુચવેલા વેરા વધારાને સોય ઝાટકીને સ્ટેન્ડીંગ નકારી કાઢે તેવી શકયતા : નિયમીત મિલ્કત ધારકો માટે વિશેષ યોજના, નવા પ્રોજેકટોનો ઉમેરાશેઃ ૩૧૧ર.૭૮ કરોડના બજેટમાં કદ વધારી જનરલ બોર્ડમાં મંજૂરી અર્થે મોકલાવાશેઃ ચેરમેન જયમીન ઠાકર દ્વારા બજેટની વિસ્તૃત વિગતો જાહેર કરાશે3:00 PM IST
સિવીલમાં ૧ થી ૧ાા વર્ષથી થેલેસેમીયાના ઇન્જેકશનો ખલાસ લોહી સમયસર મળતું નથી : કલેકટરને વિસ્તૃત રજૂઆતો : જુઓ વિડિયો : કલેકટર કચેરીએ દર્દીઓ દોડી આવતા પ્રભવ જોષી ચોંકી ઉઠયાઃ આવતા ગુરૂવારે મીટીંગ બોલાવી : બસમાં ફ્રી મુસાફરીનું સર્ટિફીકેટ આજીવન કાઢી આપવા અંગે કાર્યવાહી કરોઃ બસ ભાડાનો ખર્ચ પોષાય તેમ નથી2:59 PM IST
ચાલો પ્રયાગરાજ મહાકુંભમાં પવિત્ર સ્નાન કરવા2:33 PM IST
સોમવારે શ્રી વિશ્વકર્મા પ્રભુજીનો પ્રાગટય દિનઃ બે દિવસ કાર્યક્રમો : શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા રેસકોર્ષ મેદાન ખાતે 'શ્રી વિશ્વકર્મા ધામ'નું નિર્માણ રવિવારે ૪૦ કલાકારો દ્વારા 'શ્રી વિશ્વકર્મા ગૌરવ ગાથા' રજુ થશે, જ્ઞાતિના આગેવાનોનું સન્માનઃ સોમવારે ધ્વજારોહણ, મહારકતદાન કેમ્પ, શોભાયાત્રા નિકળશેઃ સમુહલગ્નમાં ૧૬ દિકરીઓ પ્રભુતામાં પગલા પાડશે પૂ.પરમાત્માનંદ સરસ્વતીજી અને શાસ્ત્રી પૂ.કૌશીકભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહી આશીર્વચન આપશે3:50 PM IST
રાષ્ટ્રીય સુરક્ષા માટે દબાણો અને નિર્જન ટાપુઓ માટે માસ્ટર પ્લાન ઘડેલ.... અશોક કુમાર યાદવ : ભૂતકાળમાં દરિયાકાંઠે RDX ઉતર્યાની વિસ્તૃત માહિતી મેળવી ફૂલપ્રૂફ સુરક્ષા રણનીતિ ચાર્જ સંભાળતા જ ઘડી હતી.... રેન્જ વડા અકિલા સમક્ષ ભીતરી કથા વર્ણવે છે રેન્જ વડાનાં માર્ગદર્શન હેઠળ લોકોને વિશ્વાસમાં રાખી ભેદભાવ વગર ઐતિહાસિક કાર્ય કર્યું તેની પીએમ કાર્યાલય દ્વારા નોંધ લેવામાં આવી.....દ્વારકા એસપી નિતેશ પાંડે1:50 PM IST
જામનગરના એક પોલીસ કર્મચારી મધ્ય પ્રદેશમાં પોલીસ જાપ્તામાંથી એકાએક લાપતા બની ગયા બાદ હેમ ખેમ મળી આવતાં પોલીસ તંત્રએ હાશકારો : પાંચ પોલીસ કર્મચારીઓની ટીમમાથી પોલીસ કર્મચારી કિશોરસિંહ ગોહિલ લાપતા થયા હતા પાકીટ પોલીસ ના વાહનમાં રહી ગયું હતું, પરંતુ પોતાનો મોબાઇલ ફોન સાથે લઈ ગયા હતા, અને તે મોબાઈલ પણ સ્વીચ ઓફ થયો હતો જેથી સ્થાનિક પોલીસ મથકે આ અંગેની ગુમનોંધ પણ કરાવી હતી2:03 PM IST
વિંછીયામાં પુત્રીના લગ્નની અનોખી ઉજવણી:ગરીબ પરિવારને મકાન અને દુકાન બનાવી આપી સમાજને નવો રાહ ચીંધ્યો : વિછીયા તાલુકા કોળી સમાજના પ્રમુખ વિનોદભાઈ વાલાણીની દાતારી;વર-વધુ એ લગ્નના ચાર ફેરા ફરતા પહેલા ગામના જ પરિવારને મકાન અને રોજી રોટી માટે દુકાન ભેટ આપી પ્રસંગને ઉજળો કર્યો:નવ યુવાનોને અનોખો રાહ ચિંઘતા ચોમેરથી પ્રશંસા 10:24 AM IST
દર વર્ષે ૫૦૦ નવ પરિણીત દિવ્યાંગ દીકરીઓને ૧૦ લાખનો કરિયાવર : માતા ડો. પ્રીતિ અદાણીના પ્રભાવ હેઠળ દિવ્યાંગોની મદદ માટે જીત અદાણી તૈયાર, ગૌતમ અદાણીએ પુત્ર જીત અને પુત્રવધુ દીવા લગ્ન જીવનની સફરની શરૂઆત સદાચારી સંકલ્પ સાથે કરી રહ્યા હોઈ ખુશી વ્યક્ત કરી જીત અદાણીના લગ્ન પ્રસંગે અદાણી પરિવારનો મોટો સંકલ્પ 11:51 AM IST
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયન ટીમને એક પછી એક ચાર આંચકા : મિચેલ માર્શ ઈજાના કારણે પહેલાથી જ બહાર હવે કેપ્ટન પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ પણ ઈજાના કારણે બહાર જ્યારે માર્કસ સ્ટોઇનિસે ODI ફોર્મેટને અલવિદા કહી દીધું છે : IPL રમવા પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન બંને ઝડપી બોલરો રમવા માટે સંપૂર્ણ રીતે ફિટ થાય તે પહેલાં તેમને લાંબા સમય સુધી પુનર્વસનની જરૂર પડશે, જેણે ચેમ્પિયન્સ ટ્રોફી પછી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તેમની ભાગીદારી પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન4:35 PM IST
મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ મહાનર્યમન સિંધિયાએ દિવાળીના અવસરે ગ્વાલિયરના આઠ ક્રિકેટરોને ઇલેક્ટ્રિક સ્કૂટર, કિટ્સ અને આર્થિક સહાય ભેટમાં આપી : ગ્વાલિયરના એક સ્ટેડિયમમાં યોજાયેલા વિશેષ સમારોહ દરમિયાન મહાનaryaman Scindiaએ ખેલાડીઓની મહેનતની પ્રશંસા કરી અને તેમને ભવિષ્યની રમતગમતની સફર માટે પ્રોત્સાહિત કર્યા10:24 PM IST










































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી














































































































































































































