News of Monday, 23rd September 2024
આજથી ૪ દિ' છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે

અમદાવાદ તા. ર૩: ગુજરાતમાં થોડા સમયનાં વિરામ બાદ ફરી છૂટો છવાયો વરસાદ આગાહી હવામાન વિભાગે કમરી છે. ત્યારે આજે હવામાન વિભાગ દ્વારા અમરેલી, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છુટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
તા. ર૪ નાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદમાં છુટા છવાયા વરસાદની આગાહી કરી છે. જયારે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તા. રપ અને તા. ર૬નાં નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીમાં છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
