<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

'તુટી પડો' સીપી અનુપસિંહ ગેહલોતની ગર્જના પગલે સુરતમાં રીઢા ગુનેગારો સામે ઓપરેશન રેમ્બોનો પ્રારંભ : ક્રાઈમ બ્રાન્ચ , SOG અને સ્થાનિક એડિશનલ પોલીસ કમિશનરો, તમામ ડીસીપી, મોટા પોલીસ ફોજ સાથે મેદાનમાં : ક્રાઈમ બ્રાન્ચ વડા કરણરાજ વાઘેલા, ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયા અને SOG ડીસીપી રાજદીપસિંહ નકુમને વિશેષ જવાબદારી : ૭૨ ગુનેગારો હથિયારો સાથે ઝડપાયા : કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, સંયુક્ત ક્રાઈમ કમિશનર કરણરાજ વાઘેલા, બલરામ મીના, મહેન્દ્ર બગરીયા તથા ટ્રાફિક કમિશનર સજન સિંહ પરમારના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં મેગા કોમ્બિંગ ડ્રાઈવ : હથિયારો સાથે ફરતા અને તડીપાર હુકમનો ભંગ કરનાર રીઢા ગુનેગારો પોલીસની પકડમાં2:57 PM IST

મેલુ દૂર કરવાના નામે ઢોંગી તુષારભુવાનો પરિણીતા પર બળાત્‍કારઃ ધુણતાં ધુણતાં કહ્યું-મને માતાજીએ કીધુ છે, હું જ તારો ઘરવાળો છું! : રાજકોટમાં કારખાનામાં કામ કરતાં શખ્‍સે એક કારખાનેદાર સાથે સંપર્ક કેળવીને કહ્યું-તમારા ઘરમાં મેલુ છે એટલે આર્થિક ખેંચ છે, હું ઘરે આવીને વિધી કરીશ એટલે તકલીફ દૂર થશેઃ પછી એક રાતે ઘરે પહોંચ્‍યોઃ કારખાનેદાર અને તેના માસુમ પુત્રને બહાર બેસાડી કારખાનેદારની પત્‍નિને વિધીમાં બેસાડી મિઠાઇ ખવડાવી બેભાન કરી દેહ પીંખ્‍યોઃ પછી છરી બતાવી ધમકી દઇ વારંવાર શોષણ કર્યુ : એક વખત તો ઝપાઝપી વખતે પરિણીતાને છરી લાગી ગઇ છતાં તેણીના માસુમ દિકરાની નજર સામે જ બળજબરી આચરીઃ માથે જતાં કાર પણ લેતો ગયોઃ ધમકી દઇ મહિલાના પતિ પાસેથી રૂપિયા પણ પડાવતોઃ ત્રાસને કારણે ત્રણ વખત ઘર બદલ્‍યું છતાં પીછો ન છોડયોઃ અંતે પોલીસને જાણ કરાઇઃ કોટડાસાંગાણીના ખરેડા ગામના કહેવાતા ભુવા વિરૂધ્‍ધ ગુનો નોંધી આજીડેમ પીઆઇ એચ. એન. પટેલ, પીએસઆઇ એમ. જે. વરૂએ તપાસ હાથ ધરી : સતત વારંવાર શોષણથી કંટાળેલી પરિણીતાએ જ્‍યારે-હવે હું અને મારો પતિ ઝેર પી મરી જઇશું તેમ કહ્યું ત્‍યારે તુષાર ભુવો પોતે ઝેરી દવા લાવ્‍યો અને કહ્યું-તું અને તારો પતિ નહિ, આપણે બે'ય મરી જઇશે, પછી તારો પતિ જેલભેગો થશે કોટડા સાંગાણીના ખરેડા ગામના તુષાર સિંધવના કૂકર્મનો પર્દાફાશ2:27 PM IST

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છના કેમીસ્‍ટો સજ્જડ બંધ : દવાબજારના રાષ્‍ટ્રીય સંગઠન દ્વારા અપાયેલ દેશવ્‍યાપી બંધના એલાનને ભારે પ્રતિસાદ : ઓનલાઇન ફાર્મસી દ્વારા બિનનિયમિત દવા વેચાણની શકયતા, ડુપ્‍લીકેટ-સ્‍ફુરીયસ દવાઓ દ્વારા દર્દીઓના આરોગ્‍ય ઉપર ગંભીર અસરની સંભાવના, કોર્પોરેટ ઓનલાઇન પ્‍લેટફોર્મ દ્વારા અપાતું ભારે-ડીપ ડીસ્‍કાઉન્‍ટ, વર્ષ ર૦૧૮ અને ર૦ર૦નું ઓનલાઇન ફાર્મસી અંગેનું નોટીફીકેશન સહિતના મુદે દેશના લાખો વેપારીઓએ રોષભેર સંગઠન તાકાત બતાવીઃ સરકાર પાસે હકારાત્‍મક ઉકેલની પ્રબળ આશા : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઇમરજન્‍સી માટે લોકલ કેમીસ્‍ટસ એસો. દ્વારા સમાજોપયોગી વ્‍યવસ્‍થા કરવામાં આવીઃ હેલ્‍પ લાઇનના ફોન સતત રણકતા રહયા : AIOCDના ઉપપ્રમુખ, સૌરાષ્‍ટ્ર-કચ્‍છ તથા રાજકોટ કેમીસ્‍ટ એસો.ના પ્રમુખ મયુરસિંહ જાડેજા અને મંત્રી અનિમેષ દેસાઇએ બંધને જબ્‍બર પ્રતિસાદ બદલ દવાના તમામ વેપારીઓનો આભાર માન્‍યો : સમગ્ર ભારતના સાડાબાર લાખ, ગુજરાતના ૩પ હજાર, સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ૬ હજાર તથા રાજકોટના ૧૬૦૦ વેપારીઓની હડતાલ10:50 AM IST

પોરબંદર કીર્તિ મંદિરનું સંગ્રહાલયઃ ઇતિહાસની એક અમૂલ્‍ય ધરોહર : ગાંધીજીના જન્‍મ સ્‍થળને સમાવી લેતુ કીર્તિ મંદિર માત્ર સ્‍મારક નથી પણ પૂ.બાપુ અને બાના જીવનની પ્રેરણાદાયી સફરને જીવંત રાખતું સંગ્રહાલયઃ સત્‍ય અહિંસા અને સાદગીનો વિશ્વને સંદેશો આપતુ આ મ્‍યુઝીયમ આજના ડીજીટલ યુગમાં પ્રાસંગિક કીર્તિ મંદિરના મ્‍યુઝીયમની મુલાકાત લેતા આપણે મહાત્‍મા ગાંધીજીના સમયગાળાની યાદગીરીમાં પહોંચી જઇએ છીએઃ મ્‍યુઝીયમમાં ગાંધીજીના બાળપણ પોરબંદરથી રાજકોટ અને લંડન સુધીના પ્રવાસ, દક્ષિણ આફ્રિકાના સત્‍યાગ્રહો તથા સ્‍વાતંત્ર્ય સંગ્રામની અસંખ્‍ય ઐતિહાસિક અને દુર્લભ બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ તસ્‍વીરોનો ખજાનો 1:40 PM IST