<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

ખાનગી બસ માલિકોને સુપ્રીમનો મોટો ઝાટકો : અરજી ફગાવી દીધી

સવારે ૮ થી રાત્રે ૧૦ સુધી ખાનગી બસો શહેરમાં પ્રવેશી શકશે નહી

અમદાવાદ : ખાનગી લકઝરી બસ સંચાલકોને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્‍યો છે અને હાઇકોર્ટે આપેલો ચુકાદો યથાવત ચાલુ રાખ્‍યો છે. શહેરોમાં સવારે ૮ થી રાત્રે ૧૦ સુધી ખાનગી બસોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. જેને હાઇકોર્ટે માન્‍ય રાખેલ. હાલકોર્ટના ચુકાદા સામે ખાનગી બસ સંચાલકો સુપ્રીમ કોર્ટમાં ગયા હતા. હવે સુપ્રીમ કોર્ટે પણ ખાનગી બસ સંચાલકોની અરજી ફગાવી દેતા ખાનગી બસો સવારે ૮ થી રાત્રે ૧૦ સુધી શહેરોમાં પ્રવેશી શકશે નહી જો કે અનેક જગ્‍યાએ આ નિયમોનું ઉલ્લંઘન થતુ જોવા મળે છે.

(3:05 PM IST)