<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

૨૯ વર્ષ અગાઉ કરેલ અપરાધ પોલીસ ભૂલી ઞઈ હશે તેવું એ માનતો હતો, પણ પોલીસ (એસીપી પ્રદીપસિંહ જાડેજા ટીમ) ભૂલી નહોતી

જુવાનીમાં કરેલ ગુન્‍હાના આરોપી  પ્રોઢા અવસ્‍થા વટાવી ગઢપણમાં પ્રવેશે તે પહેલાં પીઆઇ એન. ડી. નકુમ ટીમે દિવસો સુધી રોજમદાર કારીગર વેશે ઝડપી લીધેલ..અકિલા સમક્ષ પ્રદીપસિહ જાડેજા રસપ્રદ કથા વર્ણવે છેઃ લોકોને પીડતાં અપરાધીઓ લોકો વચ્‍ચે નહિ, લોકઅપમાં શોભે તેવી સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિકની માન્‍યતા મુજબ સેકટર વડા નીરજ બડ ગુજ્જર, ડીસીપી રવિ સેનીના માર્ગ દર્શનમાં ચાલતા રીઢા ગુનેગારો વિરૂધ્‍ધના ઓપરેશનની વધુ બે મોટી સિદ્ધિ

રાજકોટ તા.ર૩: પોલીસ ઈચ્‍છે તો મંદિર બહાર રહેલ ચપ્‍પલ પણ કોઈ ઉપાડી ન શકે તેવો ફિલ્‍મ ઇન્‍ડિયન ફિલ્‍મમાં ડાયલોગ સાંભળી લોકો તાળીઓ પાડતા અને ટકોર પણ કરતા આ બધું ફિલ્‍મમાં હોય પોલીસ હોવા છતાં લાખો રૂપિયા ઉપાડી જાય છે, લુખ્‍ખા લોકોને પોલીસ મથક નજીક દબાવે છે, આવી લોકોની માન્‍યતા વચ્‍ચે બીએસએફ બેંક ગ્રાઉન્‍ડ ધરાવતા અમદાવાદ સીપી જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક પોતાના સાથી અધિકારીઓ અને સ્‍ટાફને દરેક બેઠકમાં જણાવે છે કે રીઢા ગુનેગારનું સ્‍થાન લોકો વચ્‍ચે નહિ લોકોઅપમાં  હોવું જોઈએ, અમદાવાદના એસીપી પ્રદીપસિંહ જાડેજા પણ સેકટર વડા નીરજ બડ ગુજ્જર, ડીસીપી રવિ સેની માફક આવાજ મતના હોય કોર્ટના સમન્‍સ છતાં વર્ષોથી હાજર ન થતાં અપરાધીઓ સામે ખાસ અભિયાન હાથ ધરેલ છે.   

આવા અભિયાન અંતર્ગત ૨૯ વર્ષથી ફરાર એક આરોપી અમદાવાદમાં હોવાની અને યુવાનીમાં ૨૫ વર્ષે કરેલ અપરાધ બાદ હવે ૫૪ વર્ષનો બની ગયેલ, પણ અપરાધ કયારે પણ માનવીની પીછો છોડતો નથી, એટલે સ્‍વાભાવિક સચેત હોય, જોકે તેના મનમાં એમ પણ હતું કે પોલીસ સ્‍ટાફ અધિકારી ફરી ગયા હોય યાદ નહિ હોય.         

 દરમિયાન આ શખ્‍સ અંગે માહિતી મળી , પોલીસ રેકર્ડનો ફોટો જૂનો હોવાથી કોઈ કાચું ન કપાય તે માટે એસીપી પ્રદીપસિંહ જાડેજા સાથે ચર્ચા  પીઆઇ એન ડી નકુમ વિગેરે દ્વારા પોલીસ વાહનને બદલે ખાનગી બાઇક અને માથે  ફળિયા બાંધી રોજમદાર તરીકેનો સ્‍વાંગ સજી નજીકની ચા , પાંન જેવી અલગ અલગ બાઇક સાથે અલગ અલગ જગ્‍યા પર બેસે અને આખરે આ શખ્‍સ એજ હોવાની માહિતીના આધારે ઝડપી લીધેલ .

આવી જ રીતે એક દુષ્‍કર્મના ૧૧ વર્ષથી વોન્‍ટેડ આરોપી પણ ઝડપી લેવામાં આવેલ, સીપી , સેકટર વડા નીરજ બડ ગુજ્જર, ડીસીપી રવિ સેની એસીપી પ્રદીપસિહ જાડેજા ટીમ પર આફ્રિન પોકારી અભિનદન આપેલ

(2:45 PM IST)