News of Monday, 23rd September 2024
મૂળ સૌરાષ્ટ્રનાં એક શખ્સ સહિત ૪ લોકોએ ગંજી, બનીયનની આડમાં બનાવટી ચલણી નોટો બનાવવા ભાગીદારી કરેલ
એક ડઝન જેટલા આધુનિક સાધનો સાથે રૂપિયા ૧૦૦ની ચલણી નોટ છાપવા રેડનાં દિવસે જ ભેગા થયેલ, પણ બહાર આસપાસ મજૂર શાકભાજી રેકડીવાળા બનીને ઉભેલ ટીમે ઈરાદો નાકામિયાબ બનાવી દિધો : દેશના અર્થતંત્રને ગુજરાતની આર્થિક રાજધાનીમાં ખોખલું કરવાની વાત જાણી ચોંકી ઉઠેલા સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા જેસીપી રાઘવેન્દ્ર વસ્ત, ડીસીપી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શનમાં એસઓજી પીઆઇનાં નેતૃત્વમાં રાઉન્ડ ધ કલોક ટીમ નજર રાખવા સૂચવેલ...સુકાની પીઆઇ અશોક ચોધરી અકિલા સમક્ષ ભીતરી કથા વર્ણવે છે.

રાજકોટ તા. ૨૩: સુરતના સરથાણા વિસ્તારમાં બનાવટી ચલણી નોટોનું કારખાનું શરૂ કરી દેશના અર્થ તંત્રને ભયંકર નુકશાન થાય તે પ્રકારે ગુજરાતની આર્થિક રાજધાનીમાં ષડયંત્રનો પર્દાફાશ જાગળત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનાં વિશેષ માર્ગદર્શનમાં , જેસીપી રાઘવેન્દ્ર વસ્ત અને ડીસીપી રાજદીપસિંહ નકુમમ માર્ગદર્શન હેઠળ જેમના નેતળત્વ હેઠળની ટીમે ૧ લાખ રૂપિયાથી વધુ ચલણી નોટો, પ્રિન્ટર સહિતના એક ડઝન સાધનો કબ્જે કર્યા છે તેવા એસઓજી પીઆઇ અશોક ચોધરીએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, આરોપીઓની પૂછપરછ દરમિયાન ઓન લાઇન હોઝિયરી બિઝનેશની આડમાં આ ગોરખ ધંધા ચાલતા હોવાની અમારી ટીમની ચોક્કસ માહિતી આધારે તમામ સિનિયર અધિકારીઓ સાથે એક બંધ બારણે બેઠક કરી આખું ઓપરેશન પાર પાડતા એ વિસ્તારમાં એસઓજી ટીમ અલગ અલગ રીતે ગોઠવાઈ ગયેલ, અને પાકી માહિતી મળતાં જ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા લીલીઝંડી આપતા આખું ઓપરેટિંશન જેસીપી ક્રાઇમ અને ડીસીપી એસઓજી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શનમાં પાર પડેલ. પ્રથમ ત્રણ લોકો બાદ મૂળ સૌરાષ્ટ્રના બાબરા પંથકના એક વોન્ટેડ શખ્સને ઝડપી લેવાયો છે.
આ ઓપરેશનમાં એએસઆઇ હિતેષસિંહ અને હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ દ્વારા આખી માહિતી એકત્ર કરવામાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવેલ છે.
જે આરોપી સ્થાનિકે ઝડપાયા છે તેમાં રાહુલ ચૌહાણ,પવન બનોડે,ભાવેશ રાઠોડ મૂળ વતન બાબરા પંથક હોવાનું પોલીસ જણાવે છે , ૪ થા આરોપીને એસઓજી ટીમના હેડ કોન્સ્ટેબલ દામજીભાઈ તથા રાકેશભાઈ દ્વારા વોન્ટેડ આરોપી રાકેશને ઝડપી લીધેલ, પોલીસ ઓપરેશન દિવસે નોટો છાપવાનો ઈરાદો હતો તેમ પીઆઇ અશોક ચોધરી એ જણાવ્યું હતું.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
