<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

સાંઈ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, નર્મદા દ્વારા મોવી ગામે “વનભોજન”કાર્યક્રમ યોજાયો

( ભરત શાહ દ્વારા ) રાજપીપળા :સંસ્થાને ૧૧ વર્ષ પુર્ણ થતા મુ. મોવી (બોરીદ્રા) ગામે “વનભોજન” કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું

    આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન હેઠળ દેશમાં શરૂ થયેલ “એક પેડ માં કે નામ” અને “સ્વછતા હી સેવા” ને સાર્થક કરવાના અભિયાનને સીએમ ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સમગ્ર રાજ્યમાં એક જનઆંદોલનનું સ્વરૂપ લીધું છે. આવો, આપણે સૌ સ્વચ્છતાને આપણો સ્વભાવ બનાવીએ. સ્વચ્છ-સ્વસ્થ ગુજરાતનું નિર્માણ કરીએ. પોલીસ વડા પ્રશાંત સુબેના માર્ગદશન હેઠળ અને જિલ્લા ટ્રાફિક પી.એસ.આઈ એસ.એસ.મિશ્રા પથ દર્શક અને સંસ્થાના પ્રમુખ યોગેશ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના તમામ ટી.આર.બી. એ ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત પ્રાથના દ્વારા કરવામાં આવી અને સ્વચ્છતા અંગે લોક જાગ્રુતિ વધે તે હેતુસર પ્રમુખ તથા ટી.આર.બી. દ્વારા મોવી આંગણવાડી કેંદ્રની આજુબાજુ તથા ગામના રસ્તે સફાઈની પ્રવૃતિ હાથ ધરવામાં આવી. શાળાના બાળકોને નાસ્તો વિતરણ કરવામાં આવ્યો. ટી.આર.બી. દ્વારા મનોરંજન પ્રવૃતિના ભાગરૂપે સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળા કુદનું આયોજન કરવામાં આવ્યું. બપોરે સૌ પ્રથમ મોવી પ્રાથમિક શાળાના બાળકોને ભોજન કરાવ્યું. ત્યારબાદ સંસ્થાનાં પ્રમુખ તથા ટી.આર.બી. દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કાર્યક્રમનાં અંતે સંસ્થાના પ્રમુખ દ્વારા તમામ સહભાગી ટી.આર.બી. પરિવાર તથા સંસ્થાના સ્ટાફનો આભાર માની કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો

(9:20 PM IST)