News of Monday, 23rd September 2024
જનસભાથી વિધાનસભા સુધી જનતાના અવાજને વાચા આપવા ગરૂડેશ્વર ખાતે નર્મદા કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદાની જનતાના અવાજને મંચ મળે તે હેતુથી કોંગ્રેસનો "જનમંચ" કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો
આ કાર્યક્રમમાં જનસભાથી વિધાનસભા સુધી આમ જનતાના અવાજ ને વાચા આપવા માટે ગરુડેશ્વર ખાતેઅમિત ચાવડા કે જેઓ વિરોધપક્ષના નેતા તરીકે ની ભૂમિકા ખૂબ નિષ્ઠા થી અદા કરી રહ્યા છે તેઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
જેમાં માજી વિરોધ પક્ષ નેતા અને લોકસભા ના ઉમેદવાર સુખરામભાઈ રાઠવા, નાંદોદ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, નર્મદા જિલ્લા પ્રભારી સંદીપ માંગરોલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા
રાજપીપળા શહેરના બાયપાસ રોડ મંજૂર કરી વેપાર ધંધા પર પડતી અસર , સરકારી હોસ્પિટલ, શાળાઓમાં શિક્ષક ની અછત અને રાજપીપળા નગરને લગતા અન્ય પ્રશ્નોની પણ રજૂઆત કરી હતી, ખાસ કરીને આમ જનતા કે જેઓના પડતર પ્રશ્નો નો હજુ ઉકેલ આવ્યો નથી એવા પીડીતો એ પણ ઉપસ્થિત રહી પોતાના પ્રશ્નો ની રજૂઆત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
(9:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
