News of Monday, 23rd September 2024
હોટલમાં જમવાના બાકી રૂપિયા મુદ્દે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત ટોળા સામે રાયોટિંગ નો ગુનો નોંધાયો
કેટલાક દિવસથી શાંતિલાલ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે માથાકૂટ ચાલતી હોય એક બીજા સામે આક્ષેપો કરી રહ્યા છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ધારાસભ્ય અને આમ આદમી પાર્ટી ના એક કાર્યકર વચ્ચે ઘણા દિવસો થી માથાકૂટ ચાલી રહી છે જેમાં હાલમાં કાર્યકરે ધારાસભ્ય સહિત ટોળા સામે પોલીસ ફરિયાદ કરતા આ મામલામાં નવો વળાંક આવ્યો છે
મળતી માહિતી અનુસાર શાંતિલાલભાઇ ડેબાભાઇ વસાવા(રહે, સામરપાડા (થપાવી) તા. ડેડીયાપાડા, જી.નર્મદા )નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમણે સંદિપભાઇના મોબાઈલ ઉપરથી ચૈતરભાઇ દામજીભાઇ વસાવા,( રહે. બોગજ, તા.ડેડીયાપાડા જી. નર્મદા )ને
ફોન કરી શિવમપાર્ક હોટલ ખાતે જમવાના બાકી નીકળતા પૈસાની ચૂકવણી કરવા કહેતા ચૈતરભાઇ એકદમ ઉશ્કેરાઇ જઇ શાંતિલાલને જણાવેલ કે શાના પૈસા? મેં મારો હિસાબ ચુકવણી કરી દીધેલ છે. કોઇ પૈસા મારા બાકી નથી. વધુમાં કહેલ કે, તું તારા ઘરે ઉભો રહે, હું તારા ઘરે આવુ છું. તેમ કહી થોડીવારમાં(૧) ચૈતરભાઇ દામજીભાઇ વસાવા(રહે. બોગજ, તા.ડેડીયાપાડા જી. નર્મદા) તથા (૨) જીતુભાઇ વસાવા (રહે. બોગજ, તા. ડેડીયાપાડા જી. નર્મદા )તથા (૩) ધર્મેશ (ધમો)વસાવા(રહે. ગાજરગોટા તા. ડેડીયાપાડા જી.નર્મદા) તથા (૪) માધુસીંગભાઇ વસાવા, માજી પ્રમુખ ડેડીયાપાડા, રહે. સીંગલવાણ તા. ડેડીયાપાડા, જી. નર્મદા ) તથા (૫) શીવરામભાઇ વસાવા (રહે. કોયલીવાવ તા. ડેડીયાપાડા, જી. નર્મદા તથા (૬) ધમાભાઇ વસાવા (રહે. ડેડીયાપાડા તા. ડેડીયાપાડા, જી. નર્મદા )તથા (૭) બીજા આશરે પંદરેક માણસોનું ટોળુંગુનાહિત કાવતરું રચી એકસંપ થઈ લાકડીઓ લઇ શાંતિલાલ ના ઘરે આવી ચૈતર ભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ શાંતિલાલ ના ગાલ ઉપર બે-ત્રણ લાફા મારી તથા ટોળાના આશરે પંદરેક માણસોએ પણ ઢીક્કા પાટુનો માર મારી, ગાળો બોલી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોય ડેડીયાપાડા પોલીસે ટોળા વિરૂદ્ધ રાયોટિંગ નો ગુનો દાખલ કર્યો છે
(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
