<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

ખેતરમાં પિતા સાથે સુતેલી ૬ વર્ષીય બાળકીને સાપ કરડી જતાં મોત

બે દિવસ પહેલા માંડણ ગામમાં ઢોર ચરાવવા ગયેલા ૧૩ વર્ષીય બાળકને પણ સાપ કરડી જતાં મોત થયું હતું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નીચલી માથાસર ગામમાં પિતા સાથે ખેતરમાં સુતેલી બાળકીને સાપ કરડી જતાં મોત નિપજ્યું હતું

    પેપર વિગતો અનુસાર જયંતિભાઇ નરસિંહભાઇ વસાવા (રહે.નીચલી માથાસર સરામાણીફળીયુ )નાઓ એ પોલીસ ને જાણ કર્યા મુજબ તેમની દીકરી રાધીકાબેન  જયંતિ ભાઇ વસાવા ઉં.વ.૦૬ રાત્રીના સમયગાળા દરમ્યાન તેમની સાથે તેમના ખેતરમાં મકાઈ સાચવવા માટે લાક્ડાનો માળૉ બનાવેલ હોઇ જેના ઉપર સુતા હતા તે વખતે કોઇ ઝેરી સાપે જમણા હાથમા પંજાના ભાગે ડંખ મારી દેતા તેમના કુટુંબીજનો તાત્કાલીક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમા સબ ડિસ્ટ્રીકટ હોસ્પીટલ ગરૂડેશ્વર ખાતે લઇ જતા જ્યાં આગળ સારવાર માટે દાખલ કરે તે પહેલા ફરજ ઉપરના ડોકટરે મૃત જાહેર કરતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે .
  અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા પણ માંડણ ગામના ઢોર ચારવા ગયેલ ૧૩ વર્ષીય બાળકને સાપે ડંખ મારતા તેનું પણ મોત થયું હોય બે દિવસ માં બે બાળકો એ સાપ કરડી જતાં જીવ ગુમાવ્યા છે.

(10:16 PM IST)