<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

સ્‍વચ્‍છતા હી સેવા ભાવનગરના ડો. તેજસ દોશીએ ભાવનગરને પ્‍લાસ્‍ટિકમુક્‍ત કરવાનું બીડું ઝડપ્‍યું

રસ્‍તા પરથી પ્‍લાસ્‍ટિકની કોથળીઓ દૂર કરવા ચલાવ્‍યું કોટન બેગ અભિયાન : ૨ વર્ષોમાં ૧.૫ લાખ કાપડની થેલીઓનું વિતરણ કરીને ૭૫ લાખ પ્‍લાસ્‍ટિકની કોથળીઓ રિસાયકલિંગ પ્‍લાન્‍ટમાં જમા કરાવીઃ રિસાયકલ, રિપ્રોડ્‍યુસ, રિયુઝના કોન્‍સેપ્‍ટ સાથે ચલાવ્‍યો ‘જોય ઑફ ગિવિંગ' પ્રોજેક્‍ટ : જૂની પ્‍લાસ્‍ટિકની પેનો ભેગી કરી, તેમાં રિફિલ નાખીને જરૂરિયાતમંદ લોકોને પેનોનું વિતરણ કર્યું : ભાવનગરના બ્રાન્‍ડ એમ્‍બેસેડર જાહેર

ગાંધીનગર : છેલ્લા દાયકામાં જંગલોની પરિસ્‍થિતિ બદલાવા માંડી છે અને તમામ જગ્‍યાએ પ્‍લાસ્‍ટિકની બોટલો, થેલીઓ, કાગળિયા વગેરે જોવા મળે છે. કોઇકે તો આ કચરો સાફ કરવાની શરૂઆત કરવી જ પડશે! હું પોતે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના સ્‍વચ્‍છ ભારત મિશનથી ખૂબ જ પ્રભાવિત છું, અને આ ધરતીએ મને બનાવ્‍યો છે તો મારે ધરતીને કંઇક પાછું આપવું જોઇએ, એવા વિચાર સાથે પ્‍લાસ્‍ટિકમુક્‍ત ભાવનગર બનાવવાની મારી યાત્રાની શરૂઆત થઈ.ઙ્ઘ આ શબ્‍દો છે, ભાવનગરમાં છેલ્લા ૨૩ વર્ષોથી જનરલ ફિઝિશિયન તરીકે ફરજ બજાવતા ડૉ. તેજસ દોશીના.  ડૉ. તેજસ દોશીએ પર્યાવરણના સંરક્ષણ સંબંધિત વિવિધ રસપ્રદ પ્રોજેક્‍ટ્‍સ ચલાવ્‍યા છે, જેની નોંધ લઇને વર્ષ ૨૦૧૯માં તેમને ભાવનગર માટે ‘સ્‍વચ્‍છ ભારત મિશન - ભારત સરકાર' ના બ્રાન્‍ડ એમ્‍બેસેડર બનાવવામાં આવ્‍યા છે.  ધ્‍વનિ પ્રદૂષણને ડામવા અને યુવાનોને અકારણ હોર્ન મારતા અટકાવવાના પ્રયાસરૂપે ડૉ. તેજસ દોશીએ વર્ષ ૨૦૧૪માં ‘નો હોંકિંગ પ્રોજેક્‍ટ' અમલમાં મૂકયો. આ પ્રોજેક્‍ટ ૫૨ અઠવાડિયા માટે, ૫૨ શાળાઓના ૫૨ હજાર બાળકો (પ્રતિ શાળા ૧હજારબાળકો) થકી અમલમાં મૂકવો, એવો પ્રારંભિક વિચાર હતો. આ બાળકો તેમની શાળાની નજીકના ચાર રસ્‍તા પાસે શુદ્ધ ગુજરાતી ભાષામાં ધ્‍વનિ પ્રદૂષણ સંબંધિત બેનર્સ લઇને એક કલાક સુધી ઊભા રહે. કોઈ નારા નહીં, કોઈ સૂત્રોચ્‍ચાર નહીં, બસ મૌન બેનર્સ લઈને ઊભા રહેવાનું.  આ પ્રોજેકટમાં ૧૫૩ શાળાઓના ૧,૫૩,૦૦૦ બાળકો તેમાં સામેલ થયા. ઉલ્લેખનીય વાત એ છે કે, આ જ પ્રોજેક્‍ટની તર્જ પર નડિયાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, અમદાવાદ, ગાંધીધામ, રાજકોટ અને મુંબઈમાં પણ નો હોંકિંગ પ્રોજેક્‍ટ્‍સ ચલાવવામાં આવ્‍યા.  પોતાની ક્‍લિનિકના ખાનામાં ૩૮ જેટલી નકામી પ્‍લાસ્‍ટિકની પેનો જોઇને, ડૉ. દોશીને વિચાર આવ્‍યો કે મારી પાસે જ આટલી બધી ખાલી પેનો છે, તો અન્‍ય લોકો પાસે કેટલી નકામી પેનો હશે? અને આમાંથી જન્‍મ્‍યો ‘જોય ઑફ ગિવિંગ' પ્રોજેક્‍ટ, જે  3R એટલે કે ‘રિસાયકલ, રિપ્રોડ્‍યુસ, રિયુઝ'ના કોન્‍સેપ્‍ટ સાથે અમલમાં મૂકવામાં આવ્‍યો. આ પ્રોજેક્‍ટ હેઠળ તેમણે એક સોશિયલ મીડિયા કેમ્‍પેઇન શરૂ કર્યું. સોશિયલ મીડિયામાં તેમણે મેસેજ ફરતો કર્યો કે ‘તમારી જૂની, એક્‍સ્‍ટ્રા પેનો મારા ક્‍લિનિક પર મોકલાવશો. હું તેમાં નવી રિફિલો નખાવીશ અને આ પેનો જરૂરિયાતમંદ લોકોને મોકલાવીશ.' ઇકો-બ્રિક પ્રોજેક્‍ટ પછી પણ પ્‍લાસ્‍ટિકની નાની નાની કોથળીઓ રસ્‍તા પરથી ખાસ દૂર થઈ ન હતી. તેથી, ડૉ. તેજસ દોશીએ ફરી એક નવો પ્રોજેક્‍ટ અમલમાં મૂકયો, કોટન બેગ પ્રોજેક્‍ટ. આ પ્રોજેક્‍ટ હેઠળ તેમણે અભિયાન શરૂ કર્યું કે ૫૦ પ્‍લાસ્‍ટિકની થેલીઓ મને આપો ને બદલામાં ૧ કાપડની થેલી લઇ જાઓ. વર્ષ ૨૦૨૨માં શરૂ થયેલા અભિયાન હેઠળ અત્‍યારસુધીમાં ૧.૫ લાખ કાપડની થેલીઓનું તેમણે વિતરણ કર્યું છે અને બદલામાં ૭૫ લાખ પ્‍લાસ્‍ટિકની કોથળીઓ તેમણે સમાજમાંથી ઓછી કરી છે. આ તમામ થેલીઓ ભાવનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશનમાં જમા કરવામાં આવે છે. ત્‍યાંથી આ થેલીઓને રિસાયકલ પ્‍લાન્‍ટમાં મોકલી દેવામાં આવે છે, જેનો ઉપયોગ રસ્‍તાઓ, બ્‍લોક્‍સ વગેરે બનાવવામાં કરવામાં આવે છે. આ સમગ્ર પ્રોજેક્‍ટનો ભાવનગર મ્‍યુનિસિપલ કોર્પોરેશનનો  સહકાર મળી રહ્યો હોવાનું અંતમાં જણાવાયું છે. 

(11:50 AM IST)