News of Tuesday, 24th September 2024
એનએસયુઆઇની કુલપતિ પાસે પોલીસ ફરિયાદ કરવા માંગ
ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીની સાથે યુવકની બિભત્સ હરકતઃ ભારે હોબાળો

અમદાવાદ તા. ર૪ :.. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં સાંજના સમયે કેટલીક વિદ્યાર્થિનીઓ આઈએએસ ટ્રેનિંગ સેન્ટરથી નીકળીને લાઈબ્રેરી પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બહારના એક યુવકે વિદ્યાર્થિનીઓ સાથે બિભત્સ હરકતો કરી હતી અને જેમાંથી એક વિદ્યાર્થિનીને નજીક બોલાવીને છેડતી કરી હતી. જેને પગલે ભારે હોબાળો મચ્યો હતો. આ ઘટનાને પગલે એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ કુલપતિ ઓફિસમાં પહોંચી ગયા હતા અને પોલીસ ફરિયાદ કરવાની ઉગ્ર માંગ કરી હતી.
યુનિવર્સિટી કેમ્પસમાં સિક્યુરિટીને લઈને ફરી એકવાર મોટી ઘટના સામે આવી છે. એક બાજુ વર્ષોથી યુનિવર્સિટીમાં સિક્યુરિટી એજન્સી બદલાતી નથી અને સિક્યુરિટી વધારવામા નથી આવતી ત્યારે સુરક્ષાને લઈને થતી ફરિયાદો વચ્ચે આજે એક વિદ્યાર્થિની સાથે એક બહારના યુવકે બિભત્સ હરકતો કરી હતી.
સાંજના સમયે કેટલીક વિદ્યાર્થિનીઓ યુનિવર્સિટી કેમ્પસના આઈએએસ ટ્રેનિંગ સેન્ટરથી કોચિંગ કલાસ ભરીને લાઈબ્રેરી તરફથી પસાર થઈ રહી હતી. ત્યારે આ સમયે એક ૪૦ વર્ષીય યુવકે વિદ્યાર્થિનીઓને ઈશારો કર્યો હતો
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
