<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

એવોર્ડની લાલચમાં ઉગ્રવાદીઓને શરમાવે તેવું કૃત્‍ય કર્યું: આર.આર. સરવૈયા

એને ટ્રેન ઉથલાવી નહોતી, પરંતુ પોતાની જાગૃતિથી ટ્રેન ઉથલતા બચી, અખબારો, ટીવી નોંધ લઇ અને સરકાર એવોર્ડ આપે તેવી વિકૃત માનસીકતા હતી.. અકિલા સમક્ષ દેશભરમાં દેકારો મચાવનાર ઘટનાની ભીતરી કથા ડીવાયએસપી વર્ણવે છે Ib, રો, nia જેવી જાસૂસી સંસ્‍થા ગુજરાત સુધી સતત પૂછપરછ કરી, આઇજી પ્રેમવીરસિંહ અને સુરત રૂરલ એસપી હિતેષ જોયસર દ્વારા પોતાના માર્ગદર્શનમાં અનેક આતંકવાદી કળત્‍ય ખુલ્લા પડનાર પર દાવ ખેલ્‍યો અને તે સફળ રહ્યો..

રાજકોટ તા.૨૪: તાજેતરમાં સુરત નજીક કિમ પાસે ટ્રેન ઉથલાવવાની ઘટનાથી માત્ર ગુજરાત પોલીસ જ નહિ કેન્‍દ્રીયએજન્‍સીઓ પણ ચોકી ઉઠી હતી, અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચ વડા તરીકે ફરજ બજાવી ચૂકેલા સુરત રેન્‍જ આઇજી દ્વારા તાકીદે સુરત રૂરલ એસપી હિતેષ જોયસર સહિત ક્રાઇમ, એસઓજી સાથે બેઠક કરી આ ઘટનાનું સુપરવિઝન અનેક બોમ્‍બ ધડાકાનાં ભેદ, આતંકીઓને પકડી ચૂકેલા અને આ માટે જેમને વિશેષ ઉનામો મળ્‍યા છે, તેવા કામરેજ વિભાગના વિભાગીય પોલીસ વડા આર આર સરવૈયાને આ ભેદ ઉકેલવા જવાબદારી સુપ્રત કરી અને જયારે ભેદ આખરે ભેદ ઉકેલાયો અને ઘરના ઘાતકી સાથે માનવીની એવોર્ડ લાલસા કેટલી હદે નીચે ઊતારે છે, તેની આખી રસપ્રદ કથા અકિલા સમક્ષ આર આર. સરવૈયા દ્વારા વર્ણવી છે.

વિભાગીય પોલીસ અધિકારીશ્રી.આર.આર.સરવૈયા, કામરેજ વિભાગ જી.સુરત ગ્રામ્‍ય નાઓના સુપરવીઝનમાં સુરત જિલ્લા પોલીસના એલ.સી.બી, એસ.ઓ.જી તથા પેરોલ ફર્લો સ્‍કોડ, તથા સ્‍થનીક પોલીસ અધિકારીઓ તથા પોલીસ માણસોની અલગ-અલગ મુખ્‍ય ૦૫ ટીમ તથા સહાયક ૧૧ ટીમો મળી કુલ-૧૬ પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો તૈયાર કરી હ્યુમન ઇન્‍ટેલીજન્‍સ તથા ટેકનીકલ ઇન્‍ટેલીજન્‍સ દ્વારા તપાસ કરી, ચોક્કસ દીશામા વર્કઆઉટ ચાલુ કરેલ. અને અલગ- અલગ ટીમો દ્વારા કીમ-કોસંબા રેલ્‍વે સ્‍ટેશન હદ્દ વિસ્‍તારમાં રેલ્‍વે ટ્રેક ઉપર ટ્રેક રીલેટેડ કામ કરનાર માણસોની પુછપરછ કરવામાં આવેલ તેમજ ગુના સબંધે એલ.સી.બી/ એસ.ઓ.જી શાખાના પોલીસ અધિકારી/કર્મચારીઓ મારફતે આજુબાજુના વિસ્‍તારમાં આવેલ હોટલ-ધાબા-ગેસ્‍ટ હાઉશ ઉપર રોકાણ કરેલ માણસોની માહિતી મેળવી, ચકાસણી કરાવી જરૂરી માહિતી આધારે તેઓના ગુનાહીત ઈતિહાસ ચકાસણી કરાવા કાર્યવાહી કરેલ.

આ ગુનામા તપાસ દરમ્‍યાન ગુનાવાળી જગ્‍યાએ પેટ્રોલીંગ માટે ફાળવવામાં આવેલ નજરે જોનાર સુભાષકુમાર ક્રિષ્‍નદેવ પોદારનાએ અપરેલ્‍વે ટ્રેક ઉપર જોગલફીશ પ્‍લેટ તથા ઈ.આર.સી ક્‍લીપો મુકેલ હોય જેના ફોટો તથા વિડીયો પોતાના મોબાઈલમા ઉતારેલ હોય જે વિડીયોના સમય તથા પોતાના નિવેદનમાં જાણ કરવા માટે બતાવેલ સમયમા તેમજ રેલ્‍વે વિભાગ તરફથી મળેલ માહિતીના આધારે સદર વીડીયોમા બતાવેલ સમય મુજબ ખુબજ નજીકના સમયે ત્‍યાથી અન્‍ય ટ્રેન પસાર થયેલ હોય જે બન્ને વચ્‍ચેના સમયગાળા દરમ્‍યાન બનેલ બનાવ બની શકે તેમ ન હોય અને સમયમા તફાવત આવતો હોવાનું જણાઈ આવતા પેટ્રોલીંગમા હાજર ત્રણેય ઈસમોના મોબાઈલમા ચકાસણી દરમ્‍યાન બીજા ઇસમ મનીષકુમાર સુર્યદેવ મિષાીના મોબાઈલમા પણ ચકાસણી કરતા તેના મોબાઈલમા પણ ટ્રેક ઉપર ઈ.આર.સી ક્‍લીપો મુકેલ હોવાના ફોટાઓ પાડી ડીલીટ મારી દેતા ડીલીટ(રીસાઈકલબીન) હિસ્‍ટ્રીમાંથી મળી આવેલ હોય જે પણ ગુના સમય પહેલાના હોય જેથી ત્રણેય ઈસમોની સઘન ઉંડાણ પુર્વક યુક્‍તિ પ્રયુક્‍તિ દ્વારા વિભાગીય પોલીસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર, એલ.સી.બી/એસ.ઓ.જીનાઓ દ્વારા ઉંડાણપુર્વક પુછપરછ દરમ્‍યાન ભાંગી પડેલ અને ત્રણેય ઈસમોએ પોતાને એવોર્ડ (ઈનામ) અને પ્રસિધ્‍ધી મળે તથા પોતાની રાત્રીના સમયની મોન્‍સુન નાઈટ ડ્‍યુટી ટુક સમયમાં બંધ થઈ જનાર હોય જેથી જો નાઈટ ડયુટી ચાલુ રહે તો બીજા દીવસમા ઓફ મળે છે તેમા ફેમીલી સાથે બહાર જઈ શકાય તે હેતુ થી આવો બનાવ બને તો મોન્‍સુન નાઈટ ડયુટી લંબાઈ જાય અને લાંબા સમય સુધી ચાલે તે માટે ષડયંત્ર ઉભુ કરી, જાતેજ ત્રણેય ઈસમોએ ભેગા મળી અલગ અલગ ઈ.આર.સી ક્‍લીપો તથા જોગલફીશ પ્‍લેટો કાઢી ટ્રેક ઉપર મુકી, ખોટી હકિકત ઉભી કરી સમગ્ર બનાવ ઉભો કરેલ હોવાની કબુલાત કરેલ, જેના આધારે ત્રણેય ઈસમોની ધરપકડ કરી, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને હાલમાં વધુ તપાસ ચાલુ છે.

 ધરપકડ કરવામા આવેલ આરોપીઓના નામ સરનામાની વિગત સુભાષકુમાર ક્રિષ્‍નદેવ પોદાર, ઉ.વ.૩૯ ધંધો-નોકરી રહે હાલ. કીમ, શિવધારા રેસીડેન્‍સી, ફ્‌લેટ નં.૫૦૧,(ભાડેથી), તા.ઓલપાડ, જી.સુરત

(4:48 PM IST)