<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

જનરલ ઑફિસર કમાન્ડિંગ - ઈન - ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે

ગાંધીનગર : ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડના જનરલ ઑફિસર કમાન્ડિંગ - ઈન - ચીફ લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ એવીએસએમ આજે રાજભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા.

દક્ષિણ કમાન્ડનો પદભાર સંભાળતા પૂર્વે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠ દિલ્હી એરિયા મુખ્યાલય તથા દક્ષિણ પશ્ચિમી કમાન્ડના વડા હતા.તા. 1 જુલાઈ 2024 થી તેઓએ દક્ષિણ કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકેનો પદભાર સંભાળ્યો છે.

 

(6:11 PM IST)