<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

ગુજરાતની 32 માર્કેટ યાર્ડમાં કુલ 1,953.63 ટન કપાસની આવકઃ રાજકોટમાં કપાસનો ઉંચો ભાવ રૂ.1630 સુધી પહોંચ્‍યો

બોટાદમાં 1661 રૂ., જેતપુરમાં 1641 રૂ., જસદણમાં 1629 રૂ., ગોંડલમાં 1626 રૂપિયા ઉંચો ભાવ બોલાયો

અમદાવાદઃ  આજે ગુજરાતની 32 માર્કેટ યાર્ડમાં કુલ 1,953.63 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ ધોરાજી માર્કેટ યાર્ડમા 1801 રૂપિયા બોલાયો હતો. જ્યારે રાજકોટ યાર્ડમાં ઉંચો ભાવ 1630 રૂપિયા અને નીચો ભાવ 1350 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બોટાદમાં 1661 રૂ., જેતપુરમાં 1641 રૂ., જસદણમાં 1629 રૂ., ગોંડલમાં 1626 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,953.63 ટન કપાસની આવક થઇ છે. જેમાં મોરબીમાં 557.34 ટન, બોટાદમાં 539.40 ટન, રાજકોટમાં 333.30 ટન, અમરેલીમાં 227.16 ટન, સુરેન્દ્રનગરમાં 102.20 ટન, જૂનાગઢમાં 90 ટન, મહેસાણામાં 47 ટન, છોટા ઉદેપુરમાં 25.42 ટન, જામનગરમાં 16.90 ટન, કચ્છમાં 5.30 ટન, અમદાવાદમાં 5.20 ટન, ભાવનગરમાં 3.31 ટન, ભરૂચમાં 1.10 ટન કપાસની આવક થઇ છે.
કયા માર્કેટ યાર્ડમાં કપાસનો શું ભાવ રહ્યો?

(10:47 PM IST)