<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

ગુજરાત રાજ્યમાં ચોમાસા દરમિયાન બીમારીમાં સતત વધારો : મચ્છરજન્ય બીમારી તેમજ તાવના કેસમાં સતત વધારો થતાં દવાખાનાઓ દર્દીઓથી ઉભરાયા : સૌથી વધુ કેસ અમદાવાદમાં

અમદાવાદમાં પ્રતિ દિન સરેરાશ 105 વ્યક્તિને તાવની સમસ્યાને કારણે 108ની મદદ લેવી પડી : બીજી તરફ જુલાઈ-ઓગસ્ટ મહિનામાં તાવના 14945 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ 23348 વ્યક્તિને સખત તાવને કારણે હોસ્પિટલમાં ખસેડાયા

અમદાવાદ તા.૨૫ : રાજ્યમાં મચ્છર જન્ય બીમારી તેમજ તાવના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં ભારે તાવને કારણે 8500થી વધુ લોકોને હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી છે. આમ, પ્રતિ દિન 370 જ્યારે દર કલાકે 16 વ્યક્તિને તાવને કારણે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા છે. 

ઇમરજન્સી સેવા 108 પાસેથી મળતી માહિતી પ્રમાણે 2023માં સપ્ટેમ્બરના 23 દિવસમાં તાવને કા૨ણે 6893 વ્યક્તિને હોસ્પિટલમાં સા૨વા૨ માટે લઇ જવાયા હતા. તેની સરખામણીએ આ વખતે તાવની સમસ્યા ધરાવતા દર્દીઓમાં 23.36 ટકાનો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બરના 23 દિવસમાં અમદાવાદ જિલ્લામાં 2424, સુરતમાં 969, રાજકોટમાં 432 કેસ નોંધાયા છે. 

આ સ્થિતિએ અમદાવાદમાં પ્રતિ દિન સરેરાશ 105 વ્યક્તિને તાવની સમસ્યાને કારણે 108ની મદદ લેવી પડી છે. બીજી તરફ જુલાઈ-ઓગસ્ટ મહિનામાં તાવના 14945 કેસ નોંધાયા હતા. આ સ્થિતિએ 23348 વ્યક્તિને સખત તાવને કારણે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જુલાઈ-ઓગસ્ટ દરમિયાન અમદાવાદ જિલ્લામાં 3842 કેસ નોંધાયા હતા. ગત વર્ષે જુલાઇ-ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સખત તાવને કા૨ણે 12987ને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 

સપ્ટેમ્બરમાં જિલ્લા પ્રમાણે સખત તાવના કેસની યાદી

જિલ્લો 2024 2023

અમદાવાદ 2424 1654

સુરત 969 888

રાજકોટ 432 264

વલસાડ 386 492

જૂનાગઢ 299 165

તાપી 279 290

વડોદરા 274 235

નવસારી 248 244

કચ્છ 247 195

દાહોદ 233 257

કુલ 8503 6893

(4:18 PM IST)