News of Wednesday, 25th September 2024
અમદાવાદ-ઉદયપુર હાઇવે અકસ્માત : કારની સ્પીડ 120 કી. મી. ની હોવાનો ખુલાસો :જુઓ વિડીયો

અમદાવાદ-ઉદયપુર હાઈવે પર અકસ્માતમાં 7 યુવાનોના મોત થયા છે. જે અકસ્માતની ઘટના પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં કારની સ્પીડ 120 હોવાનો ખુલાસો થયો છે.
હવે અકસ્માતની ઘટનાઓ તો જાણે સાવ નોર્મલ થઈ ગઈ હોય તેમ બનાવો સામે આવી રહ્યાં છે. કેટલાક કિસ્સાઓમાં ઓવર સ્પિડ તો કેટલાકમાં ઓવર ટેકની લ્હાયમાં નિર્દોષ લોકોના જીવ જાય છે. ત્યારે અમદાવાદ-ઉદયપુર હાઈવે પર અકસ્માતમાં 7 યુવાનોના કમકમાટી ભર્યા મોત છે. જે અકસ્માતનું કારણ ઓવર સ્પિડહોવાનો ખુલાસો થયો છે
કારની સ્પીડ 120 હોવાનો દાવો થયો છે.
અમદાવાદ-ઉદયપુર હાઈવે પર અકસ્માતમાં 7 યુવાનોના મોત થયા છે. જે અકસ્માતની ઘટના પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. કારમાં જઈ રહેલા યુવાનનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કારની સ્પીડ 120 હોવાનો ખુલાસો થયો છે. મૃતક ભરત કેસવાણીએ પોતાના વોટ્સએપમાં આ વીડિયો મૂક્યો હતો
ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા 7 લોકોના મૃત્યુ
ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા હિંમતનગર હાઈવે પર આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં 7 લોકોના મોત, જ્યારે એક યુવકની હાલત ગંભીર છે. ત્યારે અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે
7 મૃતકોના નામ
• 1.ધનવાની ચિરાગ રવિભાઈ
• 2 રોહિત
• 3 સાગર ઉદાની
• 4.ગોવિંદ
• 5.રાહુલ
• 6.રોહિત
• 7 બર્થ
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
