<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th September 2024

રાજકોટમાં કપાસનો ઉંચો ભાવ રૂ.1650 સુધી બોલાયો

રાજકોટ :  આજે ગુજરાતની 33 માર્કેટ યાર્ડમાં કુલ 2,157.92 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમા 1650 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં નીચો ભાવ 1300 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય બાબરામાં 1621 રૂ., બોટાદમાં 1615 રૂ., જસદણમા 1615 રૂ., સાવરકુંડલામાં 1610 રૂ., ગોંડલમાં 1601 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 2,157.92 ટન કપાસની આવક થઇ છે. જેમાં મોરબીમાં 621.44 ટન, બોટાદમાં 440 ટન, અમરેલીમાં 345.02 ટન, રાજકોટમાં 326.50 ટન, જૂનાગઢમાં 165 ટન, સુરેન્દ્રનગરમાં 132.50 ટન, મહેસાણામાં 52.40 ટન, છોટા ઉદેપુરમાં 33.35 ટન, જામનગરમાં 29.90 ટન, ભાવનગરમાં 5.41 ટન, કચ્છમાં 4.60 ટન, ભરૂચમાં 1.10 ટન, નર્મદામાં 0.50 ટન, સુરતમાં 0.20 ટન કપાસની આવક થઇ છે

(8:38 PM IST)